Categories: Uncategorized

મહારાષ્ટ્ર સંભાજીનગરની ઘટનામાં ઝઘડો iPhoneનો હતો કે અન્ય કોઈ કારણ?

Maharashtra Hill Tragedy | મહારાષ્ટ્રના (Maharashtra) છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) જિલ્લાના તીસગાંવ (Tisgaon) વિસ્તારમાં આવેલી ખાવડા હિલ (Khavda Hill)ની ટેકરી પરથી પડી જવાથી એક જ પરિવારના ૩ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે.

21 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ બનેલી ઘટનમાં મૃતકોની ઓળખ 48 વર્ષીય મુરલીધર ચંદગુડે (Murlidhar Chandgude), તેમની પત્ની સંગીતા ચંદગુડે (Sangeeta Chandgude) અને તેમના 19વર્ષીય પુત્ર કુણાલ (Kunal) તરીકે થઈ છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુઃખદ ઘટના પાછળ કુણાલે ખરીદેલા iPhoneના EMI ચૂકવવા અંગે પરિવારમાં થયેલો વિવાદ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. 19 વર્ષના કુણાલે તાજેતરમાં iPhone ખરીદ્યો હતો, પરંતુ તેના હપ્તા ભરી ન શકવાને કારણે તે પિતા પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો.

શુક્રવારે સવારે આ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગુસ્સામાં આવીને કુણાલ સવારે આશરે 10:00 વાગ્યે ઘર છોડીને ખાવડા હિલ (Khavda Hill) ટેકરીની 400-500 ફૂટ ઊંડી ખાઈના કિનારે જઈને બેસી ગયો હતો અને આત્મહત્યા (Suicide)ની ધમકી આપવા લાગ્યો હતો.

પુત્રને બચાવવા માટે તેના માતા-પિતા પણ ટેકરી પર દોડી ગયા હતા. આ ઉપરાંત સ્થાનિક ગ્રામજનો, સરપંચ અને વાલુજ એમઆઇડીસી પોલીસ સ્ટેશનના (Waluj MIDC Police Station) અધિકારીઓ તથા ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.

લગભગ ૩ કલાક સુધી સ્થાનિક લોકો અને પોલીસે તેને નીચે ઉતરવા માટે વિનંતી કરી હતી. લોકોએ તેને iPhone 15 Pro અને EMI ના પૈસા આપવાની પણ ખાતરી આપી હતી, પરંતુ તેણે કોઈ વાત સાંભળી ન હતી.

બપોરે આશરે 1:00 વાગ્યે પિતા મુરલીધર ચંદગુડે (Murlidhar Chandgude) પુત્રને પકડીને પાછળ ખેંચવાનો પ્રયાસ કરવા ટેકરીના કિનારે ગયા હતા. પરંતુ તે જ સમયે બેલેન્સ (Balance) ગુમાવતા પિતા અને પુત્ર બંને ખાઈમાં ખાબક્યા હતા.

પતિ અને પુત્રને પોતાની આંખો સામે ઊંડી ખાઈમાં પડતા જોઈને ભારે આઘાતમાં સરી પડેલી માતા સંગીતાએ પણ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ટેકરી પરથી છલાંગ લગાવી દીધી હતી. ઘટનાસ્થળે જ ત્રણેયના કમકામાટીભર્યા મોત થયા હતા.

બીજી તરફ, આ કેસમાં હવે કૌટુંબિક અને મિલકત વિવાદના (Property Dispute) પાસાંઓ પણ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન સંગીતા ચંદગુડેનો એક જૂનો સોશિયલ મીડિયા (Social Media) વિડીયો (Video) મળ્યો છે, જેમાં તેમણે પરિવારમાં ચાલતા આંતરિક મતભેદો અંગે આક્ષેપો કર્યા હતા. વાલુજ એમઆઇડીસી પોલીસ (Waluj MIDC Police) આ મામલે તમામ પાસાંઓને ધ્યાન પર રાખીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Chief Editor

Recent Posts

જેન્સન હુઆંગ ફરી NVIDIAના CEO

NVIDIAના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં લગભગ 29.5 ટકા વધ્યા હતા જેન્સન હુઆંગ ના ની ફરી એનવીડિયામાં…

23 hours ago

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધાની નોંધ

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધા સાઉથ MMTH ભવનમાં સ્થળાંતરિત અમદાવાદ રેલવે…

1 day ago

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આસ્થા અને ભક્તિના ઉત્સવ સાથે શિક્ષણ અને વિકાસનો સમન્વય “વિકાસ ભી, વિરાસત ભી”નું ઉદાહરણ -…

1 day ago

સુરક્ષિત ભંડારણ, સ્માર્ટ પરિવહન અને સામૂહિક વિકાસ’

ચંદીગઢમાં અમદાવાદ, અંબાલા અને ફિરોઝપુર રેલવે મંડળો તથા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) દ્વારા ‘ટ્રેડ મીટ…

1 day ago

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

3 days ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

3 days ago