Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મહારાષ્ટ્ર સંભાજીનગરની ઘટનામાં ઝઘડો iPhoneનો હતો કે અન્ય કોઈ કારણ?

Chief Editor August 24, 2026
Maharashtra Hill Tragedy

Maharashtra Hill Tragedy | મહારાષ્ટ્રના (Maharashtra) છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) જિલ્લાના તીસગાંવ (Tisgaon) વિસ્તારમાં આવેલી ખાવડા હિલ (Khavda Hill)ની ટેકરી પરથી પડી જવાથી એક જ પરિવારના ૩ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે.

21 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ બનેલી ઘટનમાં મૃતકોની ઓળખ 48 વર્ષીય મુરલીધર ચંદગુડે (Murlidhar Chandgude), તેમની પત્ની સંગીતા ચંદગુડે (Sangeeta Chandgude) અને તેમના 19વર્ષીય પુત્ર કુણાલ (Kunal) તરીકે થઈ છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુઃખદ ઘટના પાછળ કુણાલે ખરીદેલા iPhoneના EMI ચૂકવવા અંગે પરિવારમાં થયેલો વિવાદ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. 19 વર્ષના કુણાલે તાજેતરમાં iPhone ખરીદ્યો હતો, પરંતુ તેના હપ્તા ભરી ન શકવાને કારણે તે પિતા પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

શુક્રવારે સવારે આ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગુસ્સામાં આવીને કુણાલ સવારે આશરે 10:00 વાગ્યે ઘર છોડીને ખાવડા હિલ (Khavda Hill) ટેકરીની 400-500 ફૂટ ઊંડી ખાઈના કિનારે જઈને બેસી ગયો હતો અને આત્મહત્યા (Suicide)ની ધમકી આપવા લાગ્યો હતો.

પુત્રને બચાવવા માટે તેના માતા-પિતા પણ ટેકરી પર દોડી ગયા હતા. આ ઉપરાંત સ્થાનિક ગ્રામજનો, સરપંચ અને વાલુજ એમઆઇડીસી પોલીસ સ્ટેશનના (Waluj MIDC Police Station) અધિકારીઓ તથા ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.

લગભગ ૩ કલાક સુધી સ્થાનિક લોકો અને પોલીસે તેને નીચે ઉતરવા માટે વિનંતી કરી હતી. લોકોએ તેને iPhone 15 Pro અને EMI ના પૈસા આપવાની પણ ખાતરી આપી હતી, પરંતુ તેણે કોઈ વાત સાંભળી ન હતી.

બપોરે આશરે 1:00 વાગ્યે પિતા મુરલીધર ચંદગુડે (Murlidhar Chandgude) પુત્રને પકડીને પાછળ ખેંચવાનો પ્રયાસ કરવા ટેકરીના કિનારે ગયા હતા. પરંતુ તે જ સમયે બેલેન્સ (Balance) ગુમાવતા પિતા અને પુત્ર બંને ખાઈમાં ખાબક્યા હતા.

પતિ અને પુત્રને પોતાની આંખો સામે ઊંડી ખાઈમાં પડતા જોઈને ભારે આઘાતમાં સરી પડેલી માતા સંગીતાએ પણ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ટેકરી પરથી છલાંગ લગાવી દીધી હતી. ઘટનાસ્થળે જ ત્રણેયના કમકામાટીભર્યા મોત થયા હતા.

બીજી તરફ, આ કેસમાં હવે કૌટુંબિક અને મિલકત વિવાદના (Property Dispute) પાસાંઓ પણ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન સંગીતા ચંદગુડેનો એક જૂનો સોશિયલ મીડિયા (Social Media) વિડીયો (Video) મળ્યો છે, જેમાં તેમણે પરિવારમાં ચાલતા આંતરિક મતભેદો અંગે આક્ષેપો કર્યા હતા. વાલુજ એમઆઇડીસી પોલીસ (Waluj MIDC Police) આ મામલે તમામ પાસાંઓને ધ્યાન પર રાખીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Maharashtra (મહારાષ્ટ્ર)

Post navigation

Previous: ભારતની પ્રથમ 100 ટકા સ્વદેશી AK-203 ‘શેર’ રાઇફલ તૈયાર, ફાયરિંગ ટેસ્ટ સફળ
Next: ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો: દિલ્હી-NCR સહિત દેશભરમાં બજેટ ખોરવાયું
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • એટલાન્ટા ખાતે સ્વ. ગૌરાંગ વ્યાસને ભવ્ય સ્વરાંજલિ
  • मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड
  • માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ
  • દલાસમાં પ્રી નવરાત્રી ગરબા
  • શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.