AK-203 Rifle
AK-203 Sher Rifle | ભારતે સંરક્ષણ ક્ષેત્રે (Defence Sector) અને ‘આત્મનિર્ભર ભારત’ (Atmanirbhar Bharat) અભિયાન અંતર્ગત એક ઐતિહાસિક સફળતા મેળવી છે. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અમેઠી (Amethi) સ્થિત કોરવા (Korwa) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે 100% સ્વદેશી પાર્ટ્સ અને સામગ્રીથી બનેલી દેશની પ્રથમ AK-203 ‘શેર’ (Sher) એસોલ્ટ રાઇફલનું (Assault Rifle) સફળ ફાઇરીંગ ટેસ્ટ (Firing Test) કરવામાં આવ્યું છે.
આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા હાસલ કરવામાં આવી છે. આ ઇન્ડો-રશિયા જોઇન્ટ વેન્ચર (Joint Venture) વર્ષ 2019માં ભારતીય સંરક્ષણ ક્ષેત્રના જાહેર સાહસો (DPSUs) અને રશિયાના (Russia) કલાશ્નિકોવ (Kalashnikov) ગ્રુપ વચ્ચે રચવામાં આવ્યું હતું.
અત્યાર સુધી આ રાઇફલ્સના ઉત્પાદનમાં કેટલાક વિદેશી પાર્ટ્સનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે પ્રથમ વખત 100% ભારતીય પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સનો (Components) ઉપયોગ કરીને AK-203 ‘શેર’ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઇન્ડો-રશિયન રાઇફલ્સ લિમિટેડના સીઇઓ (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) મેજર જનરલ એસ. કે. શર્માએ (Maj Gen S K Sharma) માહિતી આપતા જણાવ્યું હતું કે, આ રાઇફલમાં દરેક નાના-મોટા સ્પેરપાર્ટ્સ ભારતીય ઉદ્યોગો પાસેથી લેવામાં આવ્યા છે. આ માત્ર લોકલાઇઝેશન નથી, પરંતુ સાચા અર્થમાં સંપૂર્ણ સ્વદેશીકરણ (100% Genuine Indigenisation) છે. ફાઇરીંગ ટેસ્ટ દરમિયાન રાઇફલમાંથી બર્સ્ટ ફાઇરીંગ (Burst Firing) સહિતના તમામ પરિમાણો સફળ રહ્યા છે.
સેના માટે આ રાઇફલ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૨૬ માં આ સ્વદેશી AK-203 રાઇફલ્સના પ્રોટોટાઇપ (Prototypes) ભારતીય સેનાના (Indian Army) ટ્રાયલ્સ (Army Trials) માટે સોંપવામાં આવશે.
AK-203ની ખાસિયતો
ભારતીય સેના માટે રૂ. 5,200 કરોડના કરાર હેઠળ કુલ 6,01,427 AK-203 રાઇફલ્સનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. કંપનીએ ઉત્પાદન ઝડપી બનાવીને દર 100 સેકન્ડમાં 1 રાઇફલ બનાવવાની ક્ષમતા કેળવવાનું આયોજન કર્યું છે. આનાથી ભારતીય સેનાને રાઇફલ્સની ડિલિવરી નિર્ધારિત સમય કરતાં લગભગ 1 વર્ષ વહેલી મળી જશે.
આ સફળતાથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થવાની સાથે ભવિષ્યમાં આ રાઇફલ્સની અન્ય દેશોમાં નિકાસ (Export) કરવાનો માર્ગ પણ ખુલ્લો થયો છે.
ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી ઓફ એટલાન્ટા (IGCSA) દ્વારા સ્વ. ગૌરાંગ વ્યાસને ભવ્ય સ્વરાંજલિ એટલાન્ટા, USA:…
Advay Jain Record | अमेरिका के न्यू जर्सी में रहने वाले भारतीय मूल के 4…
Advay Jain Record | અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ભારતીય મૂળના 4 વર્ષના બાળક અદ્વય જૈને…
ગીર લાયન અને સૌરાષ્ટ્ર પાટીદાર કલ્ચર સમાજના લાભાર્થે પ્રી - નવરાત્રી ગરબા ગીર લાયન અને…
શિકાગો મા આણંદ, બોરસદ, આંકલાવ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા ના વતની સમાજના આગેવાનો અને…
Dussehra Diwali | कैलिफोर्निया के बे एरिया में दशहरा और दिवाली के भव्य उत्सव के…