Gujarat Development

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આસ્થા અને ભક્તિના ઉત્સવ સાથે શિક્ષણ અને વિકાસનો સમન્વય “વિકાસ ભી, વિરાસત ભી”નું ઉદાહરણ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

 


—
મુખ્યમંત્રીશ્રી
* મંદિરમાં માથું ટેકવવા સાથે ભગવાને બનાવેલા માનવીની સેવા સાચી ભક્તિ છે
* વડાપ્રધાનશ્રીએ માનવસેવાથી રાષ્ટ્ર સેવાનો ભેખ લીધો છે અને ગરીબ કલ્યાણ યોજનાથી 50 કરોડ લોકોને ગરબીમાંથી બહાર લાવ્યા છે.
* નશામુક્ત ભારતનો સંકલ્પ સાકાર કરવા વડતાલધામના સૌ અનુયાયીઓને પ્રેરક આહવાન
—-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ સંસ્થાન આયોજિત કાર્તિકી સમૈયામાં સહભાગી થઈને અક્ષર નિવાસી પૂજ્ય શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામી સ્મૃતિદ્વાર અને શ્રી હરિકૃષ્ણ મહારાજ કુમાર શાળાના નવનિર્મિત ભવનના ઈ- લોકાર્પણ કર્યા હતા.

ધોલેરા ધામ દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ ઉત્સવમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતવર્યો અને વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આસ્થા અને ભક્તિના આ ઉત્સવ સાથે શાળા અને પ્રવેશદ્વાર લોકાર્પણને શિક્ષણ અને વિકાસના સમન્વયથી વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ ભી, વિરાસત ભીને સાકાર કરતો ઉત્સવ ગણાવ્યો હતો.

તેમણે વડતાલધામને લાખો ભક્તોની આસ્થા કેન્દ્ર વર્ણવતા કહ્યું કે, શિક્ષાપત્રીની રચના આ ભૂમિમાં થઈ હતી અને શિક્ષાપત્રીમાં સૌને લોક સેવા સાથે સમાજનું ભલું કરવાનો માર્ગ દર્શાવ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી લોક કલ્યાણ કામો કર્યા છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

 

મુખ્યમંત્રી શ્રી જણાવ્યું કે, આપણા સંતોએ શિખવ્યું છે કે મંદિરમાં માથું ટેકવવા સાથે ભગવાને બનાવેલા માનવીની સેવા સાચી ભક્તિ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ માનવસેવાથી રાષ્ટ્ર સેવાનો ભેખ લીધો છે અને ગરીબ કલ્યાણ યોજનાઓથી 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે.

વડતાલ સંપ્રદાયે ધર્મ અને સમાજ સેવાને એકબીજાના પૂરક બનાવ્યા છે તેમ જણાવતાં શ્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્થાન દ્વારા બે હજારથી વધારે આંગણવાડી અને બાલમંદિરમાં પૌષ્ટિક આહાર, ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને હોસ્ટેલ સુવિધા તથા નિ:શૂલ્ક સારવાર આપતી હોસ્પિટલની સેવાની સરાહના કરી હતી.

નશામુક્ત ભારત માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પને સાકાર કરવામાં વડતાલ ધામના સૌ અનુયાયીઓને જોડાવાની તેમણે પ્રેરણા આપી હતી. મંદિરના સત્સંગમાં, સભાઓમાં વ્યસનમુક્તિ પર વાત થાય અને દરેક હરિભક્ત આ અભિયાનનો હિસ્સો બની વિકસિત ભારત 2047 અને નશામુક્ત ભારતના સંવાહક બને તેવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં વડતાલધામના પ.પૂ.ધ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, કેબીનેટ મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોંલકી, રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને કમલેશભાઈ પટેલ, સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ, માતરના ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદના ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, કમિશનરશ્રી કિરણભાઈ ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયંત કિશોર, અધિક કલેક્ટરશ્રી જે.બી. દેસાઈ, કેડીસીસી બેંકના ચેરમેનશ્રી તેજસભાઈ પટેલ, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેનશ્રી પૂ. ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, વડતાલધામના મુખ્ય કોઠારીશ્રી પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી, વક્તા પ.પૂ. સદ. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ), અગ્રણી સંતશ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, ગઢડાના સ્વામીશ્રી પૂ. હરિજીવનદાસ સ્વામી, પૂ. જીવનચંદ સ્વામી, પૂજ્ય શ્રી નૌતમ સ્વામી સહિતના અન્ય સંતો, મહંતો અને મોટી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.

Chief Editor

Recent Posts

સુરક્ષિત ભંડારણ, સ્માર્ટ પરિવહન અને સામૂહિક વિકાસ’

ચંદીગઢમાં અમદાવાદ, અંબાલા અને ફિરોઝપુર રેલવે મંડળો તથા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) દ્વારા ‘ટ્રેડ મીટ…

35 minutes ago

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

2 days ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

2 days ago

લોસએંજલસમાં આેટલાનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન

લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report "ઓટલો દે છે આવકારો ને…

4 days ago

शिकागो में बावीस गांव पाटीदार समाज ने धूमधाम से मनाई दिवाली और नववर्ष

Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…

4 days ago

શિકાગોમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની ભવ્ય ઉજવણી

Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…

4 days ago