Gujarat

LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફાર: હવે 25 દિવસ પછી જ થશે બીજું બુકિંગ, જાણો નવા ભાવ

મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે (Ministry of Petroleum) ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) ના બુકિંગના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે.

હવે ગ્રાહકોએ બે સિલિન્ડર બુક કરવા વચ્ચે 25 દિવસનો તફાવત જાળવવો પડશે. અગાઉ આ સમયગાળો 21 દિવસનો હતો, જેને વધારીને હવે 25 દિવસ કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ગેસની કાળાબજાર (Black Marketing) અને સંગ્રહખોરી (Hoarding) રોકવાનો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક ગ્રાહકો માટે ગેસના ભાવમાં નજીકના ભવિષ્યમાં મોટો વધારો થવાની શક્યતા નહિવત્ છે. દેશમાં ગેસનો પુરવઠો (Gas Supply) જાળવી રાખવા માટે ઔદ્યોગિક વપરાશના LNG (Liquefied Natural Gas) ના જથ્થાને હવે ઘરેલું વપરાશ (Domestic Use) માટે ડાયવર્ટ (Divert) કરવામાં આવશે.

જોકે, તાજેતરમાં જ સબસિડી વગરના 14.2 kg ના LPG સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે દિલ્હીમાં તેની કિંમત 913 રૂપિયા સુધી પહોંચી છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર (Commercial Cylinder) ના ભાવમાં 114.5 રૂપિયાનો વધારો નોંધાયો છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago