વડોદરા (Vadodara) શહેરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન (Hit and Run)ની ઘટના સામે આવી છે. શહેરના અમિતનગર સર્કલ (Amitnagar Circle) પાસે એક 16 વર્ષના સગીરે (Minor) પૂરઝડપે કાર ચલાવીને દંપતી સહિત કુલ 5 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત (Accident) સર્જાયા બાદ ભાગવા જઈ રહેલા સગીરને સ્થાનિક લોકોના ટોળાએ પકડી પાડ્યો હતો અને પોલીસ (Police) ને હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, હરણી મોટનાથ રોડ પર રહેતો આ સગીર મોડી રાત્રે ઘરેથી કાર (Car) લઈને આઇસક્રીમ ખાવા નીકળ્યો હતો. વી.આઈ.પી. રોડ (VIP Road) પર ડ્રાઇવિંગ કરતી વખતે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ (Control) ગુમાવ્યો હતો.
કારે સૌથી પહેલા ચાલતા જતા એક દંપતી અને તેમના માસૂમ બાળકને ટક્કર મારી હતી. ગભરાયેલા કિશોરે કાર ઉભી રાખવાને બદલે ભગાવી હતી, જેમાં રસ્તામાં એક ટેમ્પો (Tempo) અને ટુ-વ્હિલર (Two-wheeler) પર જઈ રહેલા માતા-પુત્રને પણ અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ સગીરને કારમાંથી બહાર કાઢી માર માર્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સગીરની અટકાયત (Detention) કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી સગીરના વાલી સામે કાર્યવાહી હાથ ધરી છે, કારણ કે સગીર વયના સંતાનને વાહન આપવું એ ગંભીર ગુનો છે.
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…