Commercial Gas Cylinder Shortage In Gujarat | ઈઝરાયેલ (Israel), અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (War) ના પડઘા હવે ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યા છે. આ વૈશ્વિક તણાવને કારણે ગુજરાતનો હોટલ અને કેટરિંગ ઉદ્યોગ (Catering Industry) મુશ્કેલીમાં મુકાયો છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial Gas Cylinder) નો સપ્લાય ખોરવાતા હાઈવે પરની હોટલો અને રેસ્ટોરન્ટ્સને માઠી અસર થઈ છે.
મેનુ કાર્ડમાંથી વાનગીઓ થઈ ગાયબ પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે અનેક હોટલોના મેનુ (Menu) માંથી તળેલી વાનગીઓ જેવી કે ભજિયા અને સમોસા ગાયબ થઈ ગયા છે. અનેક જગ્યાએ ‘તળેલી વાનગીઓ નહીં મળે’ તેવા પાટિયા પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) જેવા શહેરોમાં ખાણીપીણીની લારીઓ બંધ થવા લાગી છે, કારણ કે ગેસ સિલિન્ડર મેળવવો હવે ‘લોઢાના ચણા ચાવવા’ સમાન બની ગયો છે.
રૂ. 4500માં વેચાય છે સિલિન્ડર! ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળાબજારિયા (Black Marketing) સક્રિય થયા છે. બજારમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ (Price) વધીને 4500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આથી, અનેક હોટલ સંચાલકો હવે ફરીથી કોલસા (Coal) અને લાકડાના પરંપરાગત વિકલ્પો તરફ વળ્યા છે, જેના કારણે રસોડામાં ધુમાડાનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, કોલસાના ભાવમાં પણ 20% નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ઇન્ડક્શન અને ઇલેક્ટ્રિક સગડીની માંગમાં ઉછાળો ગેસ સિલિન્ડરના બુકિંગ (Booking) માટે 25 દિવસની મર્યાદા આવી જતાં લોકો હવે ઇન્ડક્શન (Induction) અને ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા છે. બજારમાં ઇન્ડક્શનની માંગમાં 25% અને ભાવમાં 15% નો વધારો નોંધાયો છે. હાલમાં ઇલેક્ટ્રિક ઉપકરણો માટે પણ ગ્રાહકોએ 10 થી 15 દિવસનું વેટિંગ (Waiting) કરવું પડી રહ્યું છે.
