Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

યુદ્ધની અસર: ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત, હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો

Chief Editor March 16, 2026
Commercial LPG cylinder

Commercial Gas Cylinder Shortage In Gujarat | ઈઝરાયેલ (Israel), અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (War) ના પડઘા હવે ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યા છે. આ વૈશ્વિક તણાવને કારણે ગુજરાતનો હોટલ અને કેટરિંગ ઉદ્યોગ (Catering Industry) મુશ્કેલીમાં મુકાયો છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial Gas Cylinder) નો સપ્લાય ખોરવાતા હાઈવે પરની હોટલો અને રેસ્ટોરન્ટ્સને માઠી અસર થઈ છે.

મેનુ કાર્ડમાંથી વાનગીઓ થઈ ગાયબ પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે અનેક હોટલોના મેનુ (Menu) માંથી તળેલી વાનગીઓ જેવી કે ભજિયા અને સમોસા ગાયબ થઈ ગયા છે. અનેક જગ્યાએ ‘તળેલી વાનગીઓ નહીં મળે’ તેવા પાટિયા પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) જેવા શહેરોમાં ખાણીપીણીની લારીઓ બંધ થવા લાગી છે, કારણ કે ગેસ સિલિન્ડર મેળવવો હવે ‘લોઢાના ચણા ચાવવા’ સમાન બની ગયો છે.

Join Our WhatsApp Group

રૂ. 4500માં વેચાય છે સિલિન્ડર! ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળાબજારિયા (Black Marketing) સક્રિય થયા છે. બજારમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ (Price) વધીને 4500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આથી, અનેક હોટલ સંચાલકો હવે ફરીથી કોલસા (Coal) અને લાકડાના પરંપરાગત વિકલ્પો તરફ વળ્યા છે, જેના કારણે રસોડામાં ધુમાડાનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, કોલસાના ભાવમાં પણ 20% નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

ઇન્ડક્શન અને ઇલેક્ટ્રિક સગડીની માંગમાં ઉછાળો ગેસ સિલિન્ડરના બુકિંગ (Booking) માટે 25 દિવસની મર્યાદા આવી જતાં લોકો હવે ઇન્ડક્શન (Induction) અને ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા છે. બજારમાં ઇન્ડક્શનની માંગમાં 25% અને ભાવમાં 15% નો વધારો નોંધાયો છે. હાલમાં ઇલેક્ટ્રિક ઉપકરણો માટે પણ ગ્રાહકોએ 10 થી 15 દિવસનું વેટિંગ (Waiting) કરવું પડી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Black Marketing (કાળાબજાર) Catering Industry (કેટરિંગ ઉદ્યોગ) Gujarat (ગુજરાત) Iran (ઈરાન) Israel (ઇઝરાયલ) LPG Cylinder (LPG સિલિન્ડર) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ) USA (અમેરિકા)

Post navigation

Previous: ખેડા: પાટીદાર દીકરીના પ્રેમલગ્ન મામલે સમાજ મેદાને, કિંજલ રબારીના કિસ્સા બાદ દીકરીને પરત લાવવા ઉઠી માંગ
Next: દુબઈ એરપોર્ટ પર ડ્રોન એટેક, અબુ ધાબીમાં મિસાઈલ હુમલામાં પેલેસ્ટાઈનના 1 નાગરિકનું મોત મોત
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.