અમેરિકા ના ટેક્સાસ માં ભવ્ય કાર રેલી..પ્રભુ શ્રી રામ
અયોધ્યા માં ૫૦૦ વર્ષ પછી પ્રભુ શ્રી રામ નું આગમન થવા જઈ રહ્યું છે. જે ઉત્સાહKnow More
અયોધ્યા માં ૫૦૦ વર્ષ પછી પ્રભુ શ્રી રામ નું આગમન થવા જઈ રહ્યું છે. જે ઉત્સાહKnow More
પૂજય પાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી (કડી-અમદાવાદ) મહોદયના આશીર્વાદ અને માર્ગદર્શનથી વૈષ્ણવ સંઘ ઓફ ડલાસ દ્વારા શ્રીગુસાંઈજીના પ્રાગટ્યનો એક આનંદસભર મહોત્સવ જાન્યુઆરી 14 તારીખે, રવિવારના રોજ ઉજવાયો. આ વખતના ઉત્સવની ખાસ ખૂબી એ રહી કે પ્રથમ વાર જ વૈષ્ણવ સંઘનો ઉત્સવ ઓનલાઈન zoom કોલ પર થયો! ડલાસ એરિયાનું વેધર ઘણું જ ખરાબ થવાનો ફોરકાસ્ટ હોવાથી કારોબારી કમિટીએ સ્કૂલમાં રાખેલ પ્રોગ્રામ રદ કરી ઝૂમ કોલથી કરવાનું નક્કી કર્યું, જેથી વૈષ્ણવો કોઈ મુશ્કેલીમાં ન મુકાય! પ્રોગ્રામ ખુબ જ સરસ રહ્યો જે માટે ટેક્નિકલ ટીમને અભિનંદન! પારૂલબેન શાહે આખા પ્રોગ્રામનું સંચાલન કર્યું હતુ. તો નીશિતાબેને શ્રીજીબાવાને ખૂબ જ સુંદર શણગાર કર્યા હતા. પ્રાગટ્ય નિમિત્તે શ્રીગુસાંઈજી પણ ચિત્ર સ્વરૂપે બીરાજ્યા હતા. સાથે લાલન પણ પારણામાં ઝૂલતા હતા! એટલે હવેલીમાં જ દર્શન થઇ રહ્યા હોય એવો ભાવ થયો હતો! લગભગ 125 વૈષ્ણવોએ દર્શન અને ઉત્સવનો લાભ લીધો હતો. શરૂઆતમાં પાઠ અને સ્તોત્રનું પારાયણ કરવામાં આવ્યું, તેમાં બાળકોએ સ્પષ્ટ ઉચ્ચાર સાથે પાઠ કરી ભાગ લીધો હતો. ત્યાર બાદ જેજેશ્રીના વચનામૃત હતા, જેમાં જેજેશ્રીએ શ્રીગુસાંઈજીની એક આગવી ઓળખ આપી હતી. પુષ્ટિમાર્ગમાં શ્રીગુસાંઈજીએ રાગ-ભોગ-શ્રીંગાર થકી, અબે ખૂબ જ બધે ફરીને કેટલું મોટું યોગદાન કર્યું હતું તે આપની સ્પષ્ટ અને મધુર વાણીથી સમજાવ્યું હતું. થોડા વધુ કીર્તન બાદ, નીશિતાબેને શ્રીગુસાંઈજીના જીવન પર સુંદર માહિતી આપી હતી. તો નુપુરબેને જે વૈષ્ણવો મનોરથી થવા તૈયાર હતા તેમનો આભાર માન્યો હતો. શૈલેષભાઈએ ડલાસ નોર્થમાં જે પુષ્ટિમાર્ગીય સંકુલ તૈયાર થશે તેની માહિતી આપી હતી. પૂ જેજેશ્રીએ આ સંકુલનું સુન્દર નામ આપ્યું છે– શ્રી વલ્લભધામ વૈષ્ણવ સ્પીરીટ્યુલ સેન્ટર ઓફ ટેક્સાસ! શ્રીઠાકોરજીની હવેલી આનો જ એક ભાગ બની રહેશે. આ ફક્ત ડલાસનું જ નહીં પણ આખા ટેક્ષાસનું સેન્ટર બની રહેશે. શૈલેષભાઈએ જણાવ્યું હતું કે ઘણા વૈષ્ણવોએ આ અંગે પોતાનું યોગદાન આપવાની તૈયારી બતાવી છે. વધુમાં વધુ વૈષ્ણવો આગળ આવી જોડાય એવી અભિલાષા છે. છેલ્લે આશ્ર્યપદ ગાઈને ઉત્સવનું સમાપન થયું. ( Info: by Subhash Shah-Dallas)
File Photo મારું, તમારું અને આપણું ગોકુલધામ વર્ષ-પ્રતિવર્ષ સફળતાના એક પછી સોપાનો સર કરી રહ્યું છે. આ ગોકુલધામ હવેલીની સૌથી મોટી તાકાત તેના વોલેન્ટિયર્સ છે. આ વોલેન્ટિયર્સ ભાઇઓ-બહેનોના સન્માનમાં ડાન્સ વિથ ડિનરના કાર્યક્રમનું આયોજન શનિવાર તા.9 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીજે ના તાલે વોલિન્ટિયર્સે ડાન્સ કરી મોજમસ્તી સાથે કાર્યક્રમનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. આ કાર્યક્રમમાં 200 થી વધુ વોલેન્ટિયર્સે પરિવારજનો સાથે ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગોકુલધામના દરેક નાના-મોટા કાર્યક્રમમાં વોલેન્ટિયર્સ ભાઇઓ-બહેનો દિવસ-રાતની પરવા કર્યા વિના તન-મન-ધનથી તેમનું કિંમતી યોગદાન આપે છે. જેના થકી ગોકુલધામ હવેલીમાં યોજાતા અનેકવિધ કાર્યક્રમો અભૂતપૂર્વ રીતે સફળ રહે છે. ગોકુલધામમાં વર્ષ દરમિયાન યોજાતા અનેકવિધ કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રોમાં સખત પરિશ્રમ દ્વારા સમર્પિત ભાવથી વોલેન્ટિઅર્સ ભાઇઓ અને બહેનો તેમનું યોગદાન આપે છે. આ ઉપરાંત અનેક દાતાઓ ગોકુલધામને દાનની સરવાણી વહેવડાવી આર્થિક સહયોગ પૂરો પાડે છે. આવા અનેક વોલેન્ટિઅર્સ અને દાતાઓના સન્માનમાં દર વર્ષે મ્યુઝિક તેમજ ડાન્સ સાથે ડિનરનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગંત વર્ષ 2023 નો વોલેન્ટિઅર્સ પ્રતિ સન્માનના ભાવથી ડાન્સ વિથ ડિનરનો કાર્યક્રમ શનિવાર તા.9 ડિસેમ્બરે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોકુલધામના ચેરમેન અશોક પટેલે વોલેન્ટિઅર્સની સખત મહેનત થકી ગોકુલધામ સતત પ્રગતિ કરી રહ્યું હોવાનું જણાવી વોલેન્ટિઅર્સની દરેક પ્રકારની સેવાની પ્રશંસા કરી હતી. એક્ઝિક્યુટિવ ચેરમેન તેજસ પટવાએ જણાવ્યું હતું કે, ગોકુલધામ નાતજાતના ભેદભાવથી અલગ રહીને સૌને સાથે રાખીને કાર્ય કરે છે. ગોકુલધામમાં આવતી દરેક વ્યક્તિ વૈષ્ણવ છે. અહીં કોઇ જ્ઞાતિવાદ નથી, આ સૌનું ગોકુલધામ છે. ગોકુલધામના ટ્રેઝરર કિન્તુ શાહે વર્ષ દરમિયાનની ગોકુલધામની નાણાંકિય બાબતોની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ડોનેશન અને પ્રસાદમ્ થકી થતી આવક અને ખર્ચનું આંકડાકિય વિશ્લેષણ સ્ક્રીન ઉપર રજૂ કર્યું હતું.આ કાર્યક્રમમાં આ વર્ષે ગૌલોકવાસી થયેલા ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા અને બોર્ડ ઓફ ટ્રસ્ટી સ્વ.સુબોધચંદ્ર શાહને અંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીબહેન શાહના હસ્તે સ્વ.સુબોધચંદ્ર શાહના ધર્મપત્ની ભાનુબહેન શાહનું સાડી અર્પણ કરી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગોકુલધામના બોર્ડ ઓફ ટ્રસ્ટી દેવેન્દ્ર પટેલ અને ડૉ.ઇન્દ્ર શાહ તેમજ ગર્વંનિંગ બોડીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ડીજેના તાલે વોલેન્ટિઅર્સે ડાન્સ તેમજ ગરબે ઘૂમી આનંદ લૂંટ્યો હતો. આ ઉપરાંત કિચન ટીમ દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો લીધો હતો.
ન્યુ જર્સીના મોન્ટગોમરી ટાઉનશીપના નવનિયુક્ત મેયર નીના સિંહે ગયા અઠવાડિયે રાજ્યમાં પ્રથમ શીખ અને ભારતીય અમેરિકનKnow More
ગુજરાતની ઓળખ સમા ‘ગરબા’ની UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેથી વિશ્વભરમાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે આવેલી આ ગૌરવની ક્ષણની ઉજવણીના ભાગરૂપે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામના સંયુક્ત ઉપક્રમે તા.7 ડિસેમ્બરે સ્પે.ગરબા યોજાયા હતા. આ પ્રસંગે ગરબા પ્રેમી ગુજરાતીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબે ઘૂમી સ્પે.ગરબાના આયોજનને સફળ બનાવ્યું હતું. ર્માં જગતજનની જગદંબાના આરાધના પર્વ નવરાત્રિના નવ દિવસોમાં ગરબાની પરંપરા દ્વારા માતાજીની ભક્તિ-આરાધના કરવામાં આવે છે. આદ્યશક્તિની ભક્તિના પ્રતિક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સમયમાં પણ જીવંત અને યથાવત્ રહી છે. આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વમાં વસતા ગુજરાતીઓ દ્વારા દર વર્ષે નવરાત્રિ પર્વે ગરબાના આયોજન સાથે ગુજરાતની આ પરંપરાને વધુને વધુ ગાઢ બનાવવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની ગરબાની વિરાસતને આ મહત્ત્વ મળ્યું છે. એટલું જ નહીં ગુજરાતના ગરબાને વિશ્વ સમક્ષ લઇ જવાના વડાપ્રધાન દ્વારા થતા પ્રયાસોથી ભારતીય અને ગુજરાતી સમુદાય ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. UNESCO દ્વારા ગુજરાતની ઓળખ સમા ગરબાની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરાતાં તેની ઉજવણીનું આયોજન એટલાન્ટાની ગોકુલધામ હવેલી ખાતે કરાયું હતું. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામ હવેલી-એટલાન્ટાના સંયુક્ત ઉપક્રમે સ્પેશ્યિલ ગરબા યોજાયા હતા. આ પ્રસંગે કોન્સલ જનરલએલ.રમેશ બાબુ, ડેપ્યુટી કોન્સલ જનરલ મદનકુમાર ગિલ્ડીયાલ, ગોકુલધામના ચેરમેન અશોક પટેલ,એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ફેડરેશન ઓફ ઇન્ડિયન એસો.ના પ્રમુખ ડૉ.વાસુદેવ પટેલ અને કોન્સલ ઓફિસર રાજીબ ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. સ્પે.ગરબાની શરૂઆત થતાં એટલાન્ટામાં વસવાટ કરતા ગરબા પ્રેમી ખેલૈયાઓ સતત બે કલાક સુધી ગરબે ઘૂમી ગરબાનો આનંદ લૂંટ્યો હતો. ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળતાં તેની ખુશીની અભિવ્યક્તિ ગરબા ખેલૈયાઓ અવનવી સ્ટાઇલના ગરબા રમીને કરી હતી. ગરબામાં અબાલવૃદ્ધ સૌ કોઇ ખેલૈયાઓ જોડાયા હતા. સ્પે.ગરબામાં ભાગ લેવા આવેલા સૌ કોઇ ખેલૈયાઓ માટે ગોકુલધામ તરફથી રાત્રિ ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.
5-1 મહેસાણા કડવા પાટીદાર સમાજે બીજી તારીખ ૨ડ઼ેકેનબેરીના રોયાજ ખાતેસમાજનુંના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. લગભગ ૫૦૦થી વઢુભાઈબહેનો હાજર રહેઅય હતા. પ્રસિડેન્ટ અનીલપટેલ સૌનું સ્વાગત કર્યું હતું . વર્ષ દરિમયાન કરેલ પ્રવૃત્તિની માહિતી આપવાની સાથે ફેશોન શૉ અને ગરબાનું પણ આયોજન કર્યું હતું. કાર્યક્રમKnow More
ડલ્લાસ ફોર્ટ વર્થના ગુજરાતીઓએ ડલાસ મેટ્રોપ્લેક્સમાં દિવાળી ની સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી. અહીં, યુનાઇટેડ સ્ટેટ્સમાં અમારી અધિકૃત ગુજરાતી સંસ્કૃતિનો અનુભવ અને પ્રસ્તુતિ કરવી તે ગર્વની વાત છે. સાચી કુટુંબ મૈત્રીપૂર્ણ ઇવેન્ટ, પરિવારની ત્રણેય પેઢીઓ હાજરી આપે છે. સ્થાનિક પ્રતિભાઓ તરફથી વિશેષ પ્રદર્શન. પાયલ ડાન્સ એકેડમીના નિરવબેન શાહ અને તમામ સ્થાનિક પ્રતિભાઓનો વિશેષ આભાર…news by Subhash shah
વિશ્વભરમાંથી 400 પવિત્ર સ્થાનોમાંથી એકત્રિત જળના 500 કળશ સાથે અક્ષરધામના બ્રહ્મકુંડમાં ‘તડાગ ઉત્સર્ગ વિધિ’ યોજાયો 1000Know More
અમેરીકાના કેલિફોર્નિયા હવાઈન ગાર્ડન સ્થિત ગાયત્રી મંદિર તરફથી જૂન ૪,૨૦૨૩ ને રવિવારે ગાયત્રી ગાયત્રી મંદિરમાં ૧૦૮Know More
સમારોહ દિવ્યતા સાભાર વાતાવરણમાં ભવ્યતાથી સંપન્ન થયો. અમેરીકાના કેલિફોર્નિયા સ્થિત નોર્વોક સીટી ખાતે અનુપમ મિશન, લોસ એન્જલસ મંદિરમાં શ્રી મુકત અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ દિવ્યતા સાભાર વાતાવરણમાં ભવ્યતાથી સંપન્ન થયો. મોગરી…આણંદ ગુજરાત સ્થિત અનુપમ મીશનના અધ્યક્ષ સંત ભગવંત પરમ પૂજ્ય જશભાઈ સાહેબના વૈશ્વિક તીર્થાટનના પચાસ વર્ષના આધ્યાત્મિક યાત્રાની સ્મૃતિ સ્વરૂપે લોસ એંજલસના નોર્વોક શહેરમાં ચાર દિવસનો વિવિધતા સભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.નોર્વોકમાં નિર્માણ પામેલ નૂતન મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ખૂબ જ શાનદાર , આકર્ષક, અનુશાસન અને સમયસર સૌજન્યતા પૂર્વક ઉજવાયો.આ મહોત્સવમાં દેશ વિદેશના સંતો, આચાર્યો, મહાનુભાવો, ભક્તોની ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક હતી. મંદિર પરિસર, પ્રદર્શન ઉદઘાટન, મહાયજ્ઞ મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મુતિઓની શોભાયાત્રા,ભજન સંધ્યા, ગુરુપૂર્ણિમા મહોત્સવ, રાત્રે સાંસ્કૃતિક કાર્યકમ, લરમ પૂજ્ય સાહેબદાદા આધ્યામિક તીર્થાટન સુવર્ણ જયંતિ અને સમાપન સમારોહ ભવ્ય અને સુંદર રીતે બાંધેલ શમિયાણામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શાનદારરીતે આનંદપૂર્વક સંપન થયો.આ પ્રસંગે શ્રી બી.યુ.પટેલ, ( લોસ એન્જલસ) તથા ડૉ.કીરણ પટેલ ( ફ્લોરીડા)ની ઉપસ્થિતિ નોરવોકના મેયર અનુપમ મિશનના ભારત, ઈંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા દેશના પ્રમુખ અને આંતરરાસ્ત્રીયા સમિતિના પ્રમુખ શ્રી સતીશભાઈ ચાટવાની વગરે ધઉપસ્તિત રહ્યા હતા.સંત ભગવંત પર્ણ પૂજ્ય જશભાઈ સાહેબે તેમના આશિર્વાદ પ્રવચનમાં જણાવ્યુ કે, આ મંદિરમાં આવી જે કોઇ પ્રાર્થના કરશે તે મનોકામ. પૂર્ણ થશે. સૌ તને,મને,ધને સુખીયા બની રહે તેવી પ્રાથના પણ કરી. સૌનો આભાર વ્યક્ત કર્યો.આ પ્રસંગના કવરેજ માટે આવેલ પત્રકારો સર્વશ્રી સી.બી.પટેલ, હર્ષદરાય શાહ, અને કાન્તિભાઈ મિસ્ત્રી આવ્યા હતા તેમણે પર્ણ પૂજ્ય સાહેબશ્રીની શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.( માહિતી / સંકલન :- હર્ષદરાય શાહ , સુભાષ શાહ (દલાસ ) સુભાષભાઈ શાહ ( એડિટર અને ઓનર ) નટુભાઈ પટેલ અને તસ્વિર ;- કાન્તિભાઈ મિસ્ત્રી, અમેરીકા )