ખેલ ખેલ મેં, રેડ 2 જેવી ફીલ્મો અને ‘બદતમીઝ ગીલ’ અને ‘મંડલા મર્ડર્સ’ વેબ સિરીઝમાં જોવા મળતી વાણી કપૂર અમદાવાદની મહેમાન બની હતી. સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ ફ્લોરિયન હ્યુરેલ દ્વારા અમદાવાદમાં શરૂ કરાયેલ સ્પાના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બનેલી વાણી કપૂરે બ્યૂટી, હેર અને અમદાવાદના અનુભવ અંગે ચર્ચા કરી હતી. આ પ્રાઈવેટ ઇવેન્ટમાં ગુજરાતી ફિલ્મ industryના ઘણા જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા.