Breaking News

અમેરીકા,કેલિફોર્નિયાના હવાઈન ગાર્ડન (સીટી) ના ગાયત્રી મંદિર માં ગાયત્રી જયંતિ નિમિત્તે ૧૦૮ કુંડી યજ્ઞ યોજાયો….

અમેરીકાના કેલિફોર્નિયા  હવાઈન ગાર્ડન સ્થિત ગાયત્રી મંદિર તરફથી જૂન ૪,૨૦૨૩ ને રવિવારે ગાયત્રી ગાયત્રી મંદિરમાં ૧૦૮Know More

અમેરીકાના કેલિફોર્નિયા સ્થિત નોર્વોક સીટી ખાતે અનુપમ મિશન, લોસ એન્જલસ મંદિરમાં શ્રી મુકત અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ  પ્રતિષ્ઠા સમારોહ

 સમારોહ દિવ્યતા સાભાર વાતાવરણમાં ભવ્યતાથી સંપન્ન થયો. અમેરીકાના કેલિફોર્નિયા સ્થિત નોર્વોક સીટી ખાતે અનુપમ મિશન, લોસ એન્જલસ મંદિરમાં શ્રી મુકત અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ દિવ્યતા સાભાર વાતાવરણમાં ભવ્યતાથી સંપન્ન થયો. મોગરી…આણંદ ગુજરાત સ્થિત અનુપમ મીશનના અધ્યક્ષ સંત ભગવંત પરમ પૂજ્ય જશભાઈ સાહેબના વૈશ્વિક તીર્થાટનના પચાસ વર્ષના આધ્યાત્મિક યાત્રાની સ્મૃતિ સ્વરૂપે લોસ એંજલસના નોર્વોક શહેરમાં ચાર દિવસનો વિવિધતા સભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.નોર્વોકમાં નિર્માણ પામેલ નૂતન મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ખૂબ જ શાનદાર , આકર્ષક, અનુશાસન અને સમયસર સૌજન્યતા પૂર્વક ઉજવાયો.આ મહોત્સવમાં દેશ વિદેશના સંતો, આચાર્યો, મહાનુભાવો, ભક્તોની ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક હતી. મંદિર પરિસર, પ્રદર્શન ઉદઘાટન, મહાયજ્ઞ મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મુતિઓની શોભાયાત્રા,ભજન સંધ્યા, ગુરુપૂર્ણિમા મહોત્સવ, રાત્રે સાંસ્કૃતિક કાર્યકમ, લરમ પૂજ્ય સાહેબદાદા આધ્યામિક તીર્થાટન સુવર્ણ જયંતિ અને સમાપન સમારોહ ભવ્ય અને સુંદર રીતે બાંધેલ શમિયાણામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શાનદારરીતે આનંદપૂર્વક સંપન થયો.આ પ્રસંગે શ્રી બી.યુ.પટેલ, ( લોસ એન્જલસ) તથા ડૉ.કીરણ પટેલ ( ફ્લોરીડા)ની ઉપસ્થિતિ નોરવોકના મેયર અનુપમ મિશનના ભારત, ઈંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા દેશના પ્રમુખ અને આંતરરાસ્ત્રીયા સમિતિના પ્રમુખ શ્રી સતીશભાઈ ચાટવાની વગરે ધઉપસ્તિત રહ્યા હતા.સંત ભગવંત પર્ણ પૂજ્ય જશભાઈ સાહેબે તેમના આશિર્વાદ પ્રવચનમાં જણાવ્યુ કે, આ મંદિરમાં આવી જે કોઇ પ્રાર્થના કરશે તે મનોકામ. પૂર્ણ થશે. સૌ તને,મને,ધને સુખીયા બની રહે તેવી પ્રાથના પણ કરી. સૌનો આભાર વ્યક્ત કર્યો.આ પ્રસંગના કવરેજ માટે આવેલ પત્રકારો સર્વશ્રી સી.બી.પટેલ, હર્ષદરાય શાહ, અને કાન્તિભાઈ મિસ્ત્રી આવ્યા હતા તેમણે પર્ણ પૂજ્ય સાહેબશ્રીની શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.( માહિતી / સંકલન :- હર્ષદરાય શાહ , સુભાષ શાહ (દલાસ ) સુભાષભાઈ શાહ ( એડિટર અને ઓનર ) નટુભાઈ પટેલ અને તસ્વિર ;- કાન્તિભાઈ મિસ્ત્રી, અમેરીકા )

વિશ્વયોગ દિવસ નિમિત્તે કેલિફોર્નિયા , નોર્વોક સીટીમાં વયસ્ક નાગરિકોના  હેલ્થકેર સેન્ટરમાં વિશ્વ યોગદિવસ આનંદ ઉત્સાહ પૂર્વ ઉજવાયો…

            વિશ્વયોગ દિવસ નિમિત્તે કેલિફોર્નિયા , નોર્વોક સીટીમાં આવેલ વયસ્ક નાગરિકોના  હેલ્થકેર સેન્ટરના ઉપક્રમે વિશ્વ યોગદિવસKnow More

ઉદયભાણસિંહજી સહકારી ક્ષેત્રીય પ્રબંધન સંસ્થાનનો ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન

ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી 18 ચંદ્રક સહિત 96 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ એગ્રિ બિઝનેસની પદવી એનાયતKnow More

અમદાવાદમાં સોલા ભાગવત નજીક યુ-20 પાર્કમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત દેશ-વિદેશના મેયર તથા ડેલિગેટ્સ દ્વારા વૃક્ષારોપણ

**40 દેશના મેયર સહિત 56 જેટલા વિદેશી ડેલિગેટ્સ દ્વારા વૃક્ષારોપણ કરી ખાતમુહૂર્ત કરાયું**એક વર્ષમાં 15 હજારKnow More

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારતની G20 પ્રેસિડેન્‍સી અન્‍વયે U20 મેયોરલ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

કેન્‍દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી કૌશલ કિશોર અને દેશ-દુનિયાના ૫૪ શહેરોનાં મેયર્સની સહભાગિતા વિશ્વનાં શહેરોનાં મોડર્ન ડેવલપમેન્‍ટ-ફ્યુચરKnow More

U20 સમીટના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક “મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા”ના હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેએ સાણંદ તાલુકાના ચેખલા ગામે સખી મંડળના બહેનો સાથે કરી મુલાકાત**Know More