Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

U20 સમીટના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક “મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા”ના હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ

H S July 7, 2023
7 me2

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેએ સાણંદ તાલુકાના ચેખલા ગામે સખી મંડળના બહેનો સાથે કરી મુલાકાત
**

શ્રી મેહુલ દવેએ હાથવણાટથી બનેલો ઉનનો રૂમાલ ખરીદી મહિલાઓને આપ્યું પ્રોત્સાહન
**

Join Our WhatsApp Group

ચેખલા ગામે કુલ ૪૮ સખી મંડળોમાં ૫૧૦થી વધુ મહિલાઓ કરે છે વિવિધ આર્થિક પ્રવૃતિઓ

અમદાવાદમાં ચાલી રહેલી U20 સમીટના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક “મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા”નો છે. આ હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે એ કર્યો છે. જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવતા શ્રી મેહુલ દવે સમયાંતરે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા કરતા રહે છે.

આ જ શૃંખલામાં તેઓ સાણંદ તાલુકાના ચેખલા ગામે પહોંચ્યા હતાં. જ્યાં ગામમાં ઉપલબ્ધ વિવિધ સરકારી સુવિધાઓ તેમજ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. તેઓશ્રીએ ચેખલાના ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.

આ ઉપરાંત તેમણે પોતાની આ મુલાકાતમાં સખી મંડળની બહેનો સાથે પણ પરામર્શ કર્યો. ચેખલા ગામમાં ચાલતા સખીમંડળના માધ્યમથી મહિલાઓ ઉનની હાથવણાટની વિવિધ વસ્તુઓ બનાવે છે. આ પ્રવૃત્તિને કારણે મહિલાઓ આર્થિક ઉપાર્જન તો કરી જ રહી છે. સાથોસાથ પરંતુ આત્મવિશ્વાસમાં વધારો થવાની સાથે તેમને પગભર પણ બનાવે છે. તેઓશ્રીએ સખીમંડળની બહેનો સાથે આર્થિક પ્રવૃતિ બાબતે ચર્ચા કરી એટલું જ નહીં બહેનો દ્વારા હાથવણાટથી બનાવાયેલા ઊનના રૂમાલની ખરીદી કરી અને બહેનોને વધુ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરીત કર્યા. ચેખલા ગામના નાગરિકો પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પ્રોત્સાહક અભિગમની પ્રશંસા કરતા જોવા મળ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે ચેખલા ગામે કુલ ૪૮ સખી મંડળો કાર્યરત છે. જેમાં ૫૧૦થી વધુ મહિલાઓ જોડાયેલા છે. આ મહિલાઓ સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતા ધિરાણનો ઉપયોગ કરીને ચોખાના પાપડ, તોરણ, હાથ વણાટની વિવિધ વસ્તુઓ, કટલરી સ્ટોર સહિતની આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ છે.

શ્રી મેહુલ દવેની મુલાકાત વેળાએ સાણંદ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી સપના રાજપૂત, ચેખલાના સરપંચશ્રી સહિત વિવિધ વિભાગના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતેટોકિયોના ગવર્નર સુશ્રી યુરિકો કોઈકે
Next: ગુજરાતના આતિથ્યને બિરદાવતા વિદેશી મહેમાનો
Follow

Recent Posts

  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.