Gujarat

અમદાવાદમાં પાણીપુરીની લારી ચલાવતા યુવકના ખાતામાંથી 45,000 સાફ, જાણો કેવી રીતે થઈ છેતરપિંડી

Ahmedabad Cyber Crime: અમદાવાદમાં સાયબર માફિયાઓ (Cyber Mafia) હવે નાના વેપારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. બાકરોલ સર્કલ (Bakrol Circle) પાસે પાણીપુરીની લારી ચલાવતા એક યુવક સાથે ડિજિટલ પેમેન્ટનું સાઉન્ડ સ્પીકર (Sound Speaker) બદલવાના બહાને 45,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) થઈ હોવાની ઘટના સામે આવી છે.

પેમેન્ટ કંપનીના એજન્ટ બનીને આવ્યા ગઠિયા

સરખેજના આઝાદનગરમાં રહેતા 20 વર્ષીય રાજેશભાઈ પટેલ ‘આકાશ પકોડી સેન્ટર’ નામની લારી ચલાવે છે. ગત 26 જાન્યુઆરીના રોજ બે અજાણ્યા શખ્સો તેમની લારીએ આવ્યા હતા. આ ગઠિયાઓએ પોતાની ઓળખ ઓનલાઈન પેમેન્ટ કંપની (Payment Company) ના પ્રતિનિધિ તરીકે આપી હતી અને નવો ક્યુઆર કોડ (QR Code) તથા સ્પીકર આપવાની લાલચ આપી હતી.

ચતુરાઈથી જાણી લીધો UPI પાસવર્ડ

ઠગ ટોળકીએ સ્પીકર એક્સચેન્જ (Exchange) કરવાની પ્રોસેસના બહાને રાજેશભાઈના ફોનમાંથી 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન (Transaction) કરાવ્યું હતું. આ દરમિયાન ચાલાકીથી તેમણે રાજેશભાઈનો UPI પાસવર્ડ જોઈ લીધો હતો. ત્યારબાદ નવું સ્પીકર લાવવાનું કહી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.

સાંજે ફરી આવીને વાતોમાં ભોળવી રાજેશભાઈનો મોબાઈલ હાથમાં લીધો અને પાસવર્ડની મદદથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ 45,000 રૂપિયા સેરવી લીધા હતા. પોતાનો ભાંડો ન ફૂટે તે માટે ગઠિયાઓએ મોબાઈલમાંથી પેમેન્ટ એપ્લિકેશન (App) અને બેંકના મેસેજ (Bank Messages) પણ ડિલીટ કરી નાખ્યા હતા.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

રાજેશભાઈને શંકા જતા તેમણે એપ્લિકેશન ફરી ડાઉનલોડ કરી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી (Transaction History) ચેક કરી, ત્યારે તેમને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો હતો. આ મામલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન (Cyber Crime Helpline) અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર એક્સપર્ટ્સ સલાહ આપે છે કે કોઈ પણ અજાણી વ્યક્તિને તમારો ફોન કે UPI Pin ક્યારેય શેર કરવો જોઈએ નહીં.

Chief Editor

Recent Posts

INSAFનો “ Thanks Giving “ પ્રોગ્રામ

INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ “ Thanks Giving “ પ્રોગ્રામ -૨૪મી નવેમ્બર ૨૦૨૬…

10 hours ago

ડેલાસમાં દિવાળી ઉજવણી, ટોચના લોકો હાજર રહ્યા

ડેલાસમાં દિવાળી ઉજવણીમાં મેયરો, કોન્સ્યુલ જનરલ અને સ્થાનિક આગેવાનો જોડાયા સાંસ્કૃતિક કાર્યક્રમો, આગેવાનોના સંબોધન, ભોજન…

10 hours ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

10 hours ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

20 hours ago

કેનેડામાં બ્રાહ્મણ સમાજ દ્વારા દિવાળી ગાલા ડિનરનું આયોજન, 11 પ્રતિભાઓનું સન્માન કરાયું

Brahmin Samaj of Ontario | કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો…

20 hours ago

अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए 18 वर्षीय भारतीय मूल के खिलाड़ी की गोली मारकर हत्या

Krissh Mahatma | अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए ब्रिटेन के 18 वर्षीय…

21 hours ago