National

મોંઘવારીનો ડામ: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 195.5 રૂપિયાનો ભયાનક વધારો

LPG Price Hike News: વૈશ્વિક ઉર્જા સંકટ (Global Energy Crisis) અને મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં 50% જેટલો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. સરકારી તેલ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial Gas Cylinder) ના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે.

કોમર્શિયલ ગેસના નવા ભાવ

તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હવે 19 kg વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 195.5 રૂપિયા વધીને 2,078.50 રૂપિયા થઈ ગઈ છે. નોંધનીય છે કે અગાઉ 1 માર્ચના રોજ પણ આ સિલિન્ડરમાં 114.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. યુદ્ધને કારણે સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાતા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર 20% કેપ (Limit) પણ લાદવામાં આવી છે.

રાંધણ ગેસ અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ

સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું કુકિંગ ગેસ (Domestic LPG) ના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી.

ઘરેલું સિલિન્ડર (14.2 kg): દિલ્હીમાં 913 રૂપિયાનો ભાવ યથાવત છે.

પેટ્રોલ (Petrol): પ્રતિ લિટર 94.72 રૂપિયા.

ડીઝલ (Diesel): પ્રતિ લિટર 87.62 રૂપિયા.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં નાકાબંધીના ભય વચ્ચે ભારત અત્યારે ટેન્કરો દ્વારા પુરવઠો જાળવી રાખવા પ્રયત્નશીલ છે. જોકે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમયમાં પેટ્રોલિયમ પેદાશો હજુ મોંઘી થવાની શક્યતા છે.

Chief Editor

Recent Posts

INSAFનો “ Thanks Giving “ પ્રોગ્રામ

INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ “ Thanks Giving “ પ્રોગ્રામ -૨૪મી નવેમ્બર ૨૦૨૬…

10 hours ago

ડેલાસમાં દિવાળી ઉજવણી, ટોચના લોકો હાજર રહ્યા

ડેલાસમાં દિવાળી ઉજવણીમાં મેયરો, કોન્સ્યુલ જનરલ અને સ્થાનિક આગેવાનો જોડાયા સાંસ્કૃતિક કાર્યક્રમો, આગેવાનોના સંબોધન, ભોજન…

10 hours ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

10 hours ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

20 hours ago

કેનેડામાં બ્રાહ્મણ સમાજ દ્વારા દિવાળી ગાલા ડિનરનું આયોજન, 11 પ્રતિભાઓનું સન્માન કરાયું

Brahmin Samaj of Ontario | કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો…

20 hours ago

अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए 18 वर्षीय भारतीय मूल के खिलाड़ी की गोली मारकर हत्या

Krissh Mahatma | अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए ब्रिटेन के 18 वर्षीय…

21 hours ago