Breaking News

Gujarat has become a role model of development, the credit goes to collective thinking and the will to do good for the people CM Ekta Padyatra reaches Vadodara city Prime Minister Narendra Modi is fulfilling the dream of India seen by Sardar Patel J. P. Nadda Legal awareness seminar on Domestic Violence Act held in Jekada village of Bavla Thakkar Bapa's 156th birth anniversary

મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન પ્રવૃત્તિને  વેગ મળ્યો છે. ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. 

     મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે મહીસાગર જીલ્લાના રૈયોલીમાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂ.૧૬.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક – ડાયનાસોર મ્યુઝિયમ ફેઇજ- ૨ ના વિકાસકામોનું નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. આ તકે મુખ્યંત્રીશ્રી તથા મહાનુભાવોએ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લઈ ૫-ડી થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, એક્સપેરીમેન્ટ લેબ, સેમી સર્ક્યુલર પ્રોજેકશન, મૂડ લાઈટ, ૩-ડી પ્રોજેકશન મેપિંગ સહિત હોલોગ્રામનું જીણવટ પૂર્વક નિરીક્ષણ કરી નિહાળ્યું હતું. 

     રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ કરી છે. રૈયોલી ખાતે નિર્માણ પામેલા આ ડાયનાસોર મ્યૂઝિયમ દ્વારા ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી હવે વિશ્વ નિહાળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  પ્રવાસન સ્થળોને ઉજાગર કરવા સાથે  રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ વિશ્વ કક્ષાના આયોજનો કરી થીમ આધારિત મેળાઓનું આયોજન કરીને રાજ્યના ટુરીઝમને જીવંત કર્યું છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં  પ્રવાસન ક્ષેત્રના  વિકાસ દ્વારા રોજગારીના અવસરો ઊભા થયા છે, રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પરિણામે રાજ્યના પ્રવાસન સ્થળોની મૂલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે.

          મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આજે રીલીજીયસ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્પોર્ટ્સ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, બીચ ટુરિઝમ જેવા વિવિધ પ્રવાસન ક્ષેત્રો વિકસ્યા છે.

    રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ મેળવી છે એમ જણાવતાં તેમણે કહ્યું કે ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને જોવા મળવાની છે.

    ગુજરાત પ્રાચીન ભૂમિ છે અને તેના મૂળિયા છેક પ્રાગૈતિહાસિક યુગ સુધી લંબાય છે. રૈયોલી ગામની ધરતી ગુજરાતના એ પ્રાગૈતિહાસિક યુગની સાક્ષી પુરે છે અને આપણે આ ઇતિહાસને દુનિયા સમક્ષ ખુલ્લો મુક્યો છે, તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

     ભારતના પ્રાગૈતિહાસિક યુગને જીવંત કરનારો આજનો પ્રસંગ છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, 

સ્ટીવન સ્પીલબર્ગે “જુરાસિક મ્યૂઝિયમ” નામની જગપ્રસિદ્ધ ફિલ્મ બનાવી હતી. ૧૯૯૩માં રિલીઝ થયેલી

એ ફિલ્મ અબાલ-વૃદ્ધ સૌને ઘેલું લગાડ્યું હતું.

લોકોએ પહેલી જ વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઇને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ કર્યો હતો.

     તેમણે કહ્યું કે અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો.

 તે જ રોમાંચ ગુજરાતમાં આ મ્યૂઝિયમમાં ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને નિહાળવા મળશે.

    શ્રી પટેલે ઉમેર્યું કે અત્યાર સુધી ડાયનાસોર વિશે માત્ર કલ્પનાઓ કરી હતી, કેવા મહાકાય દેખાતા હશે, શું ખાતા હતા, કેવી રીતે જીવતા હતા, આ બધી કલ્પનાઓનો જવાબ અહીં મ્યુઝીયમ જોયા પછી મળશે.

વિશ્વનું આ ત્રીજું ડાયનાસોર મ્યુઝીયમ વિશ્વના અનેક પ્રવાસીઓ, પુરાતત્વ વિદો અને વિષય નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

      મ્યુઝીયમની કામગીરી સાથે જોડાયેલા  સૌને અભિનંદન આપતા તેમણે જણાવ્યું કે આ ડાયનાસોર મ્યૂઝિયમ રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે.જેને પરિણામે ગુજરાતનું ટુરિઝમ સેક્ટર વધુ મજબૂત બનશે.

   મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી પ્રવાસન સર્કીટ વિકસાવીને પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો અભિગમ અપનાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મહાકાલી ધામ પાવાગઢ, રતનમહાલ રીંછ અભ્યારણ્ય અને રૈયોલી ડાયનાસોર મ્યૂઝિયમને  ટુરિઝમ સરકિટમાં સમાવી  રિલિજયસ ટુરિઝમ, વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, પ્રાગૈતિહાસિક પ્રવાસન અને વિશ્વની આધુનિક અજાયબી ધરાવતા પ્રવાસન ચારેયનો સમન્વય સાધીને વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે.

    મહીસાગર જિલ્લો તેના અદ્દભત કુદરતી સૌંદર્યને કારણે પ્રવાસન ક્ષેત્રના વિકાસની અનેક સંભાવનાઓ ધરાવે છે. રાજ્ય સરકારે પ્રવાસન દ્વારા સ્થાનિકોને રોજગારી મળે, જિલ્લાની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળે તેવા હેતુ થી ‘મહીસાગર ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનું આયોજન હાથ ધર્યું છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી ત્રણ વર્ષમાં કડાણા એરિયા ડેવલપમેન્ટ, સ્વરૂપ સાગર લેક ડેવલપમેન્ટ, કલેશ્વરી ડેવલપમેન્ટ, કેદારેશ્વર ધામોદ ડેવલપમેન્ટ, માનગઢ હિલ ડેવલપમેન્ટ તેમજ ગલતેશ્વર ડેવલપમેન્ટ, ડાકોર ડેવલપમેન્ટ જેવા અનેક કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

      વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વામાં દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં પ્રવાસન પ્રવૃત્તિ એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર કરવાનું સર્વોત્તમ ક્ષેત્ર છે. આ ડાયનાસોર મ્યુઝિયમ ફેઇઝ-ર પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપીને રાજ્યમાં ટુરિઝમ સેક્ટરનો અમૃતકાળ લાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

    મહીસાગર જિલ્લાના પ્રભારી અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રતિબધ્ધ છે. મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પવિત્ર યાત્રાધામો અને શ્રદ્ધા કેન્દ્રોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાવાગઢમાં જગત જનની મા કાલિકાના નવનિર્મિત મંદિરે ૫૦૦ વર્ષ બાદ ધ્વજારોહણ કર્યું હતું.  રૈયોલીનું આ ડાયનાસોર પાર્ક ગુજરાત, દેશ અને વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે એટલુ જ નહી ડાયનાસોરની સૃષ્ટિમાં રસ ધરાવતા સંશોધકો અને યુવાનો માટે રસપ્રદ બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

     ઉલ્લેખનીય છે કે, મ્યુઝિયમમાં લગભગ ૪૦ જેટલાં ડાયનોસોરના સ્કલ્પચર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જે તેમના કદ, આકાર, આદતો અને રહેણાંક વિસ્તારની સચોટ માહિતી પુરી પાડે છે. અહી બાળકોના મનોરંજન માટે ‘ડિનો ફન’ પણ બનાવવામાં આવ્યું છે. ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ બાળકથી લઇને વડીલો સુધી તમામ ઉંમરના લોકો માટેનું એક  આગવું પ્રવાસન સ્થળ છે. અહીં આવતા પ્રવાસીઓ પાર્ક અને મ્યુઝિયમમાં લગાવવામાં આવેલા ડાયનોસોરના સ્ટેચ્યુ સાથે ફોટા – સેલ્ફી પણ લઈ શકે છે.

        આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રમીલાબેન ડામોર, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ સેવક, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ, ગુજરાત પ્રવાસન નિગમના સચિવ શ્રી હરિત શુકલા, એમ.ડી.શ્રી આલોકકુમાર પાંડે, કલેકટર શ્રી મનીષ બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.ડી.લાખાણી સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: