Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat

સેમિકોનઇન્ડિયા ૨૦૨૩: દ્વિતીય દિવસ: પ્રથમ સત્ર

સેમિકન્ડક્ટર તેમજ ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. ભારત માટે, ભારતમાં, મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત સેમિ કન્ડકટર- ચિપ્સ ક્ષેત્રે ડિઝાઇન તેમજ ઉત્પાદન કરનાર કંપની- સંસ્થાઓને PLI હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ લાભ આપીને વધુને વધુ પ્રોત્સાહિત પણ કરવામાં આવશે, તેમ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યમિતા રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ગાંધીનગર ખાતે સેમિકોનઇન્ડિયા ૨૦૨૩ના દ્વિતીય દિવસે આયોજિત સત્રમાં જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ભારતમાં સેમિ કન્ડકટર સેકટરને વધુને વધુ વેગ આપી રોજગારની સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા ભારતભરની ૩૦૦ જેટલી કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ ક્ષેત્રે ડિપ્લોમા, અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી અને રીસર્ચ સુધીના વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવનાર છે. ઉપરાંત આ ક્ષેત્રે કામ કરતી વિવિધ દેશ -વિદેશની કંપનીઓ અને રીસર્ચ સંસ્થાઓમાં પણ ઇન્ટર્ન -ટ્રેઈની તરીકે રસ‌ ધરાવતા યુવાનો કામ કરી શકે તેવી PPP ધોરણે વ્યવસ્થા ઉભી કરાશે. ભારતની પ્રતિષ્ઠિત IIT તેમજ IISc જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ ભવિષ્યમાં આ ક્ષેત્રે જોડાશે તેવી પણ મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી મોદીજીએ પણ ગ‌ઈકાલે આજ સ્થળે સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩ના ઉદ્દઘાટન પ્રસંગે સેમીકન્ડકટર સેક્ટરમાં ભારતમાં રોકાણ કરવાનો ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એટલે કે ભારતનું આગામી સમયમાં આ સેક્ટરમાં ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે, રોકાણનો આ શ્રેષ્ઠ સમય છે. આવનાર ૧૦ વર્ષમાં ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવે, તેમ જણાવી મંત્રીશ્રીએ આ દ્વિતીય સેમિકોનઇન્ડિયા ૨૦૨૩ને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ કંપનીઓના CEO- વડાઓનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: