માણસની ત્રિવિધ પ્રકૃતિ છે, જેમાં સત્વ ગુણ , રજોગુણ અને તમો ગુણ આ ત્રિવિધ પ્રકૃતિ અને માણસની રુચિ અનુસાર
ધ્યાનાત્મક, ક્રિયાત્મક , જ્ઞાનાત્મક કે ભાવનાત્મક એવી ચાર પ્રકારની આંતર સાધનામાંથી કોઈ પણ એક સાધના ને આત્મિક
સત્ય સ્વરૂપ થઈને હ્રદયના દ્રઢ નિશ્ચય દ્વારા સત્ય સ્વરૂપ થઈને આંતર સાધનામાં ઊતરવું જોઈએ, તોજ જીવન સત્ય ધર્મ
તીર્થ બની શકે,
આમ આત્મિક સત્ય સ્વરૂપ થઈને પૂરી સમજ પૂર્વક સાધનાને શુધ્ધ મનથી આત્મિક સત્ય સ્વરૂપ નિષ્ઠા સાથે જ સાધના કરવી
જોઈએ તોજ અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું કેન્દ્ર આંતર સાધના બની શકે, પણ માણસની સમગ્ર સાધનાનું પૂર્ણ બિંદુતો ચારેના
સાંધનાના સમન્વયમાં જ રહેલું છે, એ આપણા મનમાંથી ભૂસાવું તો જોઈએ જ નહીં, એ પણ અગત્યનું છે, અંતે તો લક્ષ
છે,પરમ શાંતિ પરમ આનંદ પરમતત્વ પરમાત્માની અનુભૂતિ અને અનુભવ કરવાનો, તેતો પૂર્ણ રૂપે આંતર સાધના દ્વારા શૂન્ય
થયા વિના શક્ય જ નથી, એ પણ એટલું જ સત્ય છે, પછી કોઈપણ માર્ગે ચાલો પણ અંતેતો અહી જ પહોંચવું પડે છે, તેજ
સત્ય છે,અહી પહોંચો તોજ આપણું સમગ્ર જીવન સત્ય ધર્મ તીર્થ બને, અને અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું કેન્દ્ર બની શકે છે,,,
જે માણસ જીવનમાં આંતર ધ્યાન, નિષ્કામ કર્મ દ્વારા સક્રિય જ ન બને અને આંતર જ્ઞાન આંતર ભક્તિ દ્વારા આર્દ્ર ન બને
ત્યાં સુધી તેને માટે આ જીવન સિધ્ધિનું સત્ય ધર્મના તીર્થનું શિખર સત્ય ધર્મનું કેન્દ્ર દુર જ રહેવાનું જ એટલું બરાબર જાણી
લ્યો,
આમાં બહિર્મુખી સાધના કર્મકાંડ કે કર્મ ક્રિયાકે હવનો કામ આવતા જ નથી ,કે કોઈ આપણને જ્ઞાન વાન બનાવી દે તે જીવનમાં
શક્ય જ નથી, એટલું સ્પષ્ટ જાણી લ્યો, જીવનમાં પરમ જ્ઞાન એજ મુક્તિ છે, જીવનની પૂર્ણતા છે, જીવનનું સત્ય સ્વરૂપ શિખર
છે, તેતો આંતર સાધના દ્વારાજ ઉપલબ્ધ કરવું પડે છે,,

આમ ધ્યાન દ્વારા જ જ્ઞાનના શિખર પર જ જીવનની સાધનાની ફળ શ્રુતિનો અનુભૂતિ જન્ય સત્યનો સત્યના આચરણ
દ્વારા જ ઈશારો મળે છે, એટલું જાણૉ અને તે માટેતો અમન અને નિર્વિચારમાં શૂન્યમા સ્થિર થયાનું અનુભૂતિ જન્ય સત્ય
ધર્મમા કહેવાયું છે,
આ સિવાય સત્યની પ્રાપ્તિ કે અનુભવ કે અનુભૂતિ શક્ય જ નથી અને પૂર્ણતા પણ ઉપલબ્ધ થાય નહીં જે, આપણી સૌની ઈચ્છા
અને મહેચ્છા હોય છે, આપણા સૌનો અંતિમ ધ્યેય આજ હોય છે,પૂર્ણતા .
આમા માર્ગની કોઈ કિમંત નથી, પણ આંતર શુધ્ધતા પ્રાપ્ત કરીને પહોંચવાની જ કિંમત છે, આંતર સાધના ચારમાંથી ગમેતે
કરો પહોંચડે તે આપણા માટે સત્ય સ્વરૂપ આંતર સાધના એટલું જાણૉ,
એટલે કે અનેક વિધ આંતર સાધનાના માર્ગથી અનુભૂતિ જન્ય સત્ય ધર્મ તીર્થ દ્વારા અનુભૂતિ જન્ય સત્ય ધર્મના કેન્દ્રમાં સ્થિર
થવાનું છે, એક પરમ સત્યને પામવાનું છે, એ ભુલાવું જોઈએ નહીં.,
એટલે જ મહામાનવોના અનેક અનુભૂતિ જન્ય ધર્મ છે, બધાના આંતર સાધના અને આંતર શુધ્ધતા એટલે કે આંતર સાધના કરી
મનને આકાશ જેવુ શુધ્ધ કરવાનું કહ્યું છે ,આ અનુભૂતિ જન્ય સત્ય ધર્મનો પાયો છે, આ પાયા ઉપર જ સત્યનું જાડ ફાળે છે, ફુલે
છે, અને ફળ આપે છે,, જે અમૃત જેવુ મીઠું હોય
પછી ક્રષ્ણનો સ્થિત પ્રજ્ઞ ત્રિગુણાંતિત થાવ શુધ્ધ ભગવત ભક્ત સત્યના આધારે બનોતે માટે ફળની આશા છોડી કર્મ કરો
આકાંક્ષાથી મુક્ત થાવ યોગનો આશરો લ્યો , બુધ્ધ મધ્યમ માર્ગ દ્વારા દુખથી મુક્ત થઈ શીલમાં પ્રજ્ઞામાં ધ્યાન દ્વારા સ્થિર
થાવ ને સમાધિ શૂન્ય થાવ, તો મહાવીર રાગ દ્વેષ અહંકાર છોડી રાગ અને વિરાગ બંનેથી મુક્ત થાવ વિતરાંગી થાવ અને ત્રિ
રત્નોની આંતર સાધના દ્વારા દ્વારા એટલે કે સમ્યક દર્શન ,સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્રની આંતર સાધના કરી પરમાત્મા
સ્વરૂપ બનો, આમ દરેક મહામનવોનો અનુભૂતિ જન્ય સત્ય ધર્મનો અંતિમ ઉદેશ મનને આકાશ જેવુ નિર્મળ કરો અને નિર્મોહી
, નિર્લેપ,નિસંગ નિરાસકત નિરાભિમાની બનાવો તે તમામ મહામાનવોના અનુભૂતિ જન્ય સત્ય ધર્મનો આદેશ છે અને સાર
છે,, ,
આ માટે આપણી પોતાની પ્રકૃતિ સગવડ સમયનો ખ્યાલ રાખી ને રુચિ અનુસાર ધ્યાનાત્મક ,જ્ઞાનાત્મક, ક્રિયાત્મક અને
ભાવાત્મક એમ ચતુર્વિધ સાધનમાંથી કોઈપણ એક આંતર સાધનને અપનાવી ને પૂર્ણતા પ્રાપ્ત કરવાની છે, એકજ ઉદેશ રાખો,
,આ સાધના માટે અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ધરબાર છોડવાની જરૂર નથી એમ ક્રષ્ણ પોતે સ્પષ્ટ કહે છે, તેઓ પણ મોટા
સંસારી હતા અને સંસારમા રહીને પરમને પામ્યા હતા અને પરમાત્મ સ્વરૂપ થયા હતા હતા, ને પૂર્ણ થાય હતા,તેમણે કહ્યું છે
માત્રને માત્ર આસક્તિથી અપેક્ષાથી વાસનાથી મુક્ત થઈને અનાસક્ત ભાવમાં, અસંગભવમાં અલિપ્ત ભાવમાં સ્થિર થાવ અને
અહકાર અને દંભથી મુક્ત થાવ અને અપેક્ષા આશાથી મુક્ત બનો એટલે તમો પહોંચી જ ગયા છો,એમ કહ્યું છે તમારી અપેક્ષા
અને ઈચ્છા જ તમોને રોકી રહેલ છે, એટલું જાણૉ , , , , ,
આપણે મહામનવોના અનુભૂતિ જન્ય સત્ય ધર્મને હ્રદય દ્વારા આત્મિક સત્યમા સ્થિર થઈને જાણતા જ નથી ,જેથી આપણે
અનેક વાર અનેક પ્રકારની ઋઢિવાદી પરંપરામાં બંધાય રહીએ છીએ, અને પછીતો આજ ઋઢીઓને માથે ચડાવી ફરીએ
છીએ, જેથી અંધ શ્રધ્ધા અંધ વિશ્વાસ,કર્મકાંડ કર્મ ક્રિયા અને વહેમોમાં અટવાય મરીએ છીએ, અને અનુભૂતિ જન્ય સત્ય
ધર્મની સત્યની ઉપાસના એને ઠેકાણે જ પડી રહે છે, અને આંતર સાધનામાં મીડું વાળી દઈએ છીએ, અને છીએ ભય ભ્રમ
અને ભ્રમજાળમાં સ્થિર થઈએ છીએ કશું પણ પામી શક્તાજ નથી,અને જીવનમાં અટવાઈએ છીએ અને
કોઈનું માની ને કે કોઈના સમોહનમાં આવી જઈને કોઈનું સાંભળીને આપણી સ્વતંત્રતા ગુમાવી દઈએ
છીએ,
,માનવ જીવનમાં સ્વતંત્રતા, સ્વભાવમાં સ્થિરતા, સ્વ સ્વરૂપતની પ્રાપ્તિ અને સ્વધર્મનું સત્યતા પૂર્વક
આચરણ એજ જીવનમાં પરમ સુખ પરમ શાંતિની અવસ્થા છે, એજ માનવ જીવન છે ,તેની પ્રાપ્તિ
માત્રને માત્ર આંતર સાધના અને આંતર શુધ્ધતા અને આત્મિક સત્યમા સ્થિરતામાં જ રહેલ છે ,, ,
આવા અંધકારના સમયે કોઈ અનુભૂતિ જન્ય સત્ય ધર્મને જાણનાર અને સમજનાર આપણી ઉંધ
ઉડાડી આપણને જગાડે છે અંને કહે છે, તમો જે સત્યને પ્રાપ્ત કરવા માટે બહાર મથો છો તે માટે
અનેક ક્રિયા કાંડ કર્મ ક્રિયાઓ હવનો,સત્સંગ કથા વાર્તાઓ કરો છો, કરાવો છો, તે વ્યાજબી કે યોગ્ય
નથી,
જે સત્યને તમો બહાર શોધો છે તે સત્ય તો તમારી અંદર બેઠું છે, તેતો માત્રને માત્ર આંતર ધ્યાનની
સ્વસ્વરૂના સ્વાધ્યાયની અને સ્વ સ્વરૂપ આંતર નિરીક્ષણની સાધના કરીને આકાશ જેવુ નિર્મળ મન
કરવાથી જ ઉપલબ્ધ થાય છે ,
બહાર ગમી તેટલા પ્રયત્ન કરશો તો પ્રાપ્ત કરી શકશો જ નહીં ,ત્યારે આપણી આખ કુલે છે , અને
આંતર સાધનામ ઊતરીએ છીએ, અને સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે આમ સત્યતો માત્રને માત્ર પૂરી
શુધ્ધતા અને સ્થિરતા દ્વારાજ મેળવી શકાય છે, તેની સત્ય સ્વરૂપ સ્પષ્ટ પ્રતીતિ થાય છે
જીવનમાં ત્યારે માત્ર પ્રથા નહીં પણ પ્રથા પાછળ રહેલો, પ્રાણ, માત્ર દર્શન નહિ, પણ દર્શન પાછળ
રહેલી જીવન શક્તિ, અને માત્ર શક્તિ જ નહિ, પણ શક્તિ પાછળ રહેલ સત્ય સ્વરૂપ અનુભૂતિ જન્ય
સત્ય ધર્મની પાછળ રહેલું પરમ તત્વ આપણા માટે જાણે એક પછી એક નવી દિશા ખૂલતી જાય છે,
ત્યારે આપણી અસીમ શક્યતાના સાગર જીવનમાં જ લહેરાતા જોઈ શકીએ છીએ,આજ આપણી
આંતર સાધનાનું મહામંથન બની શકે છે,
આમ આપણે આપણી ધ્યાન ક્રિયા, જ્ઞાન પ્રાપ્તિ અને ભાવનની આંતર સાધન દ્વારા જ અમૃત
આપણે પામવાનું છે, અને અમૃત બિંદુ તો સતત જર્યા જ કરે છે, એને જ આપણી અંતર ભૂમિમાં
ઉતારવાનું છે
આજ આપણી આંતર યાત્રા છે જે દ્વારા પ્રાપ્ત થાય છે, અદ્વેતતા ઊર્ધ્વી કરણ એકત્રીકરણ આ છે ,
અનુભૂતિજન્ય સત્યધર્મના ધર્મ તીર્થ , સત્યરૂપ અર્થતીર્થ , નિષ્કામ કર્મ તીર્થ , સંયમ યુક્ત કામ તીર્થ
અને ઈચ્છા અપેક્ષા રહિત સાક્ષી ભાવ યુક્ત મોક્ષ તીર્થ એનું નામ છે અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું ધર્મ
તીર્થ અને સત્ય ધર્મનું આચરણ કેન્દ્ર જે છે સત્ય સ્વરૂપ સૌદર્ય નું મહા ધામ તેજ પૂર્ણતા ,
તત્વચિંતક વી પટેલ , ,
