Breaking News

dhurandhar set in thailand Ahmedabad Threat to blow up famous schools in Amit Shah s Lok Sabha constituency 4-pedestrians-killed-after-being-hit-by-truck-driver-in-morbi

 અમેરીકાના કેલિફોર્નિયા  હવાઈન ગાર્ડન સ્થિત ગાયત્રી મંદિર તરફથી જૂન ૪,૨૦૨૩ ને રવિવારે ગાયત્રી ગાયત્રી મંદિરમાં ૧૦૮ કુંડી યજ્ઞ યોજાયો હતો… પ્રસંગની શરૂઆત  બહેનોની  કળશયાત્રા થી થઈ હતી. આ કળશયાત્રા ગાયત્રી મંદિરથી  નીકળી યજ્ઞ સ્થળ, ફર્ગ્યુસન એલીમેન્ટરી સ્કૂલ ખાતે સવારે ૧0-00 કલાકે પહોંચી હતી. ત્યાર બાદ યજ્ઞ વિધિ શરુ થઈ હતી. આ યજ્ઞ વિધિ માટે ખાસ ગાયત્રી તપોવન, હરીદ્રારથી પૂ.ઉદયસિંહજી ચૌહાણ અને પૂ.ઓમકારભાઈ પધાર્યા હતા. તેઓ બન્ને મહાનુંભાવોએ મંદિરના મહારાજ પૂ.સુનિલભાઈ ત્રિવેદી અને મહિલા કાર્યકર્તા સૌ.ચિત્રાબેન જાધવનાં સહકારથી વિધિ-વિધાન અને સુધ્ધ મંત્રોચ્ચાર સાથે ગાયત્રી હવન ની વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગ નો લાભ લગભગ ૪૫૦ ભક્તોએ લીધો હતો. આ પ્રસંગની પૂર્ણાહૂતિ આરતી તથા મહાપ્રસાદ સાથે થઈ હતી.

આ મહાપ્રસાદ માટે ગાયત્રી મંદિરના મહિલા સ્વયંમસેવક ગણ સુધાબેન,પ્રવિણાબેન અને યોગીબેન એ સૌએ મંદિરમા જ મહાપ્રસાદ બનાવવાની ઉમદા સેવા આપી હતી. આ ગાયત્રીયજ્ઞનાં સુંદર પ્રયોજન માટે મંદિરના કાર્યકર્તા ભાઈઓ સર્વશ્રી અશોકભાઈ પટેલ, મણીભાઈ પઢીયાર તથા બહેનોએ સુંદર સેવા પ્રદાન કરીને પ્રસંગને સફળ બનાવ્યો હતો.

  ગાયત્રી મંદિર પરીવાર, હવાઈન ગાર્ડન તરફથી સર્વે કાર્યકર્તાઓ તથા ઉપસ્થિત ભક્તોને ધન્યવાદ.

       ( તસ્વિર અને માહિતી સૌજન્ય :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: