બોપલ તથા ચાંગોદર પોલીસ સ્ટેશન અને મકરબા પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ જોડાયા
અમદાવાદના બોપલ ખાતે Run For Environment & Climate On G-20 કાર્યક્રમ યોજાયો હતો.
આશરે 5 કિ.મી સુધી દોડનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં સાણંદ ડિવિઝનના ના.પો.અધિ. શ્રી બી.એસ.વ્યાસ તેમજ એસ.પી. કચેરીના
ના.પો.અધિ.શ્રી, મુ.મથકશ્રી તેમજ બોપલ પોલીસ સ્ટેશન, ચાંગોદર પોલીસ સ્ટેશન અને મકરબા હેડક્વાર્ટરનાં
પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ તેમજ બોપલ પો.સ્ટે.માં ફરજ બજાવતા હોમગાર્ડ, જી.આર.ડી. અને
ટી.આર.બી.નાં સભ્યો તેમજ બોપલ પો.સ્ટે. હદ વિસ્તારના સ્થાનિક લોકો મળી આશરે 150 જેટલા લોકોએ ભાગ
લીધેલ હતો. આ Run For Environment & Climate On G-20 કાર્યક્રમનો રૂટ બોપલ પો.સ્ટે. થી બીગ
ડેડી સર્કલ કબીર એન્કલેવ થી યુ-ટર્ન પરત એજ રુટ પર બોપલ પો.સ્ટે. સુધી આશરે 5 કી.મી. સુધીનો રખાયો હતો.
