આ ઐતિહાસિક સોદો નવી શરૂઆત, વિશેષ પરિણામો અને આપણા વ્યાપાર સંબંધોમાં એક આદર્શ પરિવર્તનનો માર્ગો ખુલ્લો કરશેઃ શ્રી ગોયલ
શ્રી ગોયલે કહ્યું કે ભારત વિશ્વ માટે સંયુક્ત આરબ અમીરાતને એક પ્રવેશદ્વાર તરીકે જૂએ છે
“ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ’ના વિઝન પર આધારિત

કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ, ગ્રાહક બાબતો અને ખાદ્ય તથા જાહેર વિતરણ તેમજ કપડા મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) 1 મે, 2022ના રોજ પરિચાલિત થઈ જશે. ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પર સોમવારે દુબાઈમાં આયોજિત બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) બેઠકને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ ઐતિહાસિક સોદો નવી શરૂઆત, વિશેષ પરિણામો અને આપણા વ્યાપાર સંબંધોમાં એક આદર્શ પરિવર્તનનો માર્ગ ખુલ્લો કરશે.
શ્રી ગોયલે કહ્યું હતું કે ભારત સંયુક્ત આરબ અમીરાતને આફ્રિકા, અન્ય જીસીસી અને મધ્ય પૂર્વ દેશો, સીઆઈએસ દેશો અને કેટલાક યુરોપિયન દેશો માટે એક પ્રવેશ દ્વારા તરીકે જૂએ છે.
આ ઉલ્લેખનીય રીતે સમગ્ર દુનિયામાં મહત્વના બજારોના દ્વાર ખોલે છે. તેથી જ્યારે આપણે એકબીજાની સાથે જોડાવા તૈયાર થયા તો આપણે માત્ર કેવળ સંયુક્ત આરબ અમીરાતની 10 મિલિયન વસતી સાથે જ જોડાઈ રહ્યા નહોતા પરંતુ મારા મનમાં એ ભાવ હતો અને અમારૂં એ વિઝન હતું કે આ સીઈપીએ બંને પક્ષોને વ્યવસાય માટે મોટા જોડાણનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહી છે. શ્રી ગોયલે આમ સંયુક્ત આરબ અમીરાતના વિદેશ વ્યાપાર રાજ્યમંત્રી શ્રી થાની અલ જાયોદીની સાથે મળીને બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠકને સંબોધિત કરતા કહ્યું હતું.
શ્રી ગોયલે કહ્યું કે ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપાક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ), માત્ર વસ્તુઓ અને સેવાઓનાં વ્યાપાર વિશે જ નથી, પરંતુ તેમાં એ તથ્ય પણ સામેલ છે કે આ વ્યાપાર સમજૂતી પર 88 દિવસોના રેકોર્ડ એવા ઓછા સમયમાં મહોર લાગી છે અને તેમાં અનેક એવી વાતો પણ સામેલ છે જે પ્રથમવાર બની છે.
શ્રી ગોયલે કહ્યું કે આ સમજૂતી માત્ર વ્યાપાર વિશે નથી, એ માત્ર વસ્તુઓ અને સેવાઓનાં વ્યાપાર વિશે નથી પરંતુ મારૂં માનવું છે કે આ સંયુક્ત આરબ અમીરાતમાં પ્રવાસી ભારતીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિને જોતા તેનું એક વિશાળ ભૂ-રાજનૈતિક, આર્થિક અને કેટલાક અર્થોમાં મહાન માનવીય મૂળતત્વ પણ છે.
શ્રી ગોયલે આ ભારત-સંયુક્ત આરબ અમીરાત ભાગીદારીને “21મી સદીની પરિભાષિત વ્યૂહાત્મક ભાગીદારી”ની સંજ્ઞા આપી છે. તેમણે કહ્યું કે આ સમજૂતી આ સંબંધને એક નવી દિશા અને આદર્શ પરિવર્તન પ્રદાન કરે છે.
તેમણે કહ્યું કે ભારત-સંયુક્ત આરબ અમીરાત વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ’ના વિઝન પર આધારિત છે. ભારત સંયુક્ત આરબ અમીરાતના બજારોનો એક મોટો હિસ્સો પ્રાપ્ત કરવા માગે છે કેમકે ભારત સરકાર વર્ષ 2030 સુધી એક ટ્રિલિયન ડોલરના મૂલ્યના માલની નિકાસનું લક્ષ્ય હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
તેમણે કહ્યું કે બંને અર્થવ્યવસ્થાઓમાં સેવાઓની વધતી ભૂમિકાની સાથે, મને લાગે છે કે આનાથી આવનારા વર્ષોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ પ્રોત્સાહન મળશે.
શ્રી ગોયલે કહ્યું કે સંયુક્ત આરબ અમીરાતે ભારતીય બુનિયાદી માળખા, વિનિર્માણ અને વસ્તુ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે પોતાની રૂચિ વિશે પ્રતિબદ્ધતા દર્શાવી છે. સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યમીઓના એક મોટા પ્રતિનિધિ મંડળે અત્યારે હાલમાં જમ્મુ-કાશ્મીરની પણ મુલાકાત કરી છે.