Breaking News

અમદાવાદના GMDC કોન્વેનશન હોલ ખાતે સિલ્વર ઓક યુનિવર્સીટી દ્વારા આયોજિત ‘ઝુનુન – 2023’
વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ
વિધાર્થીઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાંધ્યો હતો.

તથા સિલ્વર ઓક યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા
નૃત્યોને નિહાળ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સિલ્વર ઓક યુનિવર્સીટીના વિવિધ
વિભાગના વિદ્યાર્થીઓ કે જેમણે શૈક્ષણિક તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેમણે સન્માનિત કરવામાં આવ્યા
હતા.


આ કાર્યક્રમમાં સિલ્વર ઓક યુનિવર્સીટીના વાઇસ ચેરપર્સન શ્રી પૂનમ અગ્રવાલ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જનક
ખાંડવાલા, ડિરેકટર શ્રી સ્વેતા ખાંડવાલા, વાઇસ ચાન્સેલર શ્રી સૌરીન શાહ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત
રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: