Breaking News

અમદાવાદ શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ અને
કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિ.શા/જાહેરનામુ/એ-
સેક્શન/ધ્વનિ/૦૩/૨૦૨૩તા.૧૯/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરનાઓએ જાહેરનામુ
બહાર પાડેલ છે. જે જાહેરનામા અનુસંધાને માનનીય પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરનાઓની સૂચના અને
માર્ગદર્શન હેઠળ અવાજ પ્રદૂષણ નિયમ અને નિયંત્રણનાં કાયદા તથા પોલીસ કમિશનરશ્રી નાઓના જાહેરનામાની
જોગાવાઇઓ અનુસાર અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૩૫ ડી.જે. તથા ૧૦૫
બેન્ડ સંચાલકો સાથે અમદાવાદ શહેર પોલીસે મીટીંગ બોલાવી, તેઓને જાહેરનામા વિશે વાકેફ કરી, તમામને
જાહેરનામાની એક-એક નકલ આપી, જાહેરનામાની તમામ જોગવાઇઓનું સંપૂર્ણ પાલન કરવા સૂચના આપવામાં
આવેલ છે.


અવાજ પ્રદૂષણને અટકાવવા સારુ લોકજાગૃતિ ફેલાય તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ
શહેરની જનતા સાથે સંવાદ કરી, અવાજ પ્રદૂષણને ડામવા સારુ લેવાના થતા તમામ પગલાઓ વિશે માહિતગાર કરી
ઉમદા પ્રયાસ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: