Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નથી, સપ્લાય 100% શરૂ રહેશે: હરદીપ સિંહ પુરી

Chief Editor March 13, 2026
hardeep singh puri Oil crisis

Indian Petroleum Minister On Fuel Crisis: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે ઈંધણ પુરવઠા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ (Petrol), ડીઝલ (Diesel) અને કેરોસીન (Kerosene) નો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. ભારત પાસે કાચા તેલ (Crude Oil) નો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

ભારતે પોતાની રણનીતિ બદલીને હવે 40 થી વધુ દેશોમાંથી ઓઇલની આયાત શરૂ કરી છે. હોર્મુઝ (Hormuz) માર્ગ પર નિર્ભરતા ઘટાડવા કેનેડા, નોર્વે અને રશિયા (Russia) જેવા દેશો પાસેથી પુરવઠો મેળવવામાં આવી રહ્યો છે. હાલમાં બિન-હોર્મુઝ સ્ત્રોતો પરની નિર્ભરતા વધીને 70% સુધી પહોંચી ગઈ છે, જે ભારત માટે સુરક્ષા કવચ સમાન છે.

Join Our WhatsApp Group

LPG અને CNG અંગે મહત્વની જાહેરાત: મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 5 દિવસમાં LPG ના ઉત્પાદનમાં 28%નો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં ગેસ સિલિન્ડર બુકિંગથી ડિલિવરીનો સમય માત્ર 2.5 દિવસનો છે. પૅનિક બુકિંગ (Panic Booking) રોકવા માટે નવા નિયમો હેઠળ શહેરોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસના અંતરે જ બુકિંગ થઈ શકશે. આ ઉપરાંત, CNG અને પાઇપ્ડ ગેસ (PNG) ની 100% સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: CNG (સીએનજી) Crude Oil (ક્રૂડ ઓઇલ) Diesel (ડીઝલ) Hardeep Singh Puri (હરદીપ સિંહ પુરી) Kerosene (કેરોસીન) Petrol (પેટ્રોલ) Petroleum Minister of India (કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી) PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ)

Post navigation

Previous: ઓઇલના વધતા ભાવથી દુનિયા પરેશાન, પણ ટ્રમ્પ ખુશ; કહ્યું- અમે અઢળક પૈસા બનાવ્યા
Next: ટ્રમ્પનો ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: ખાર્ગ આઈલેન્ડના સૈન્ય ઠેકાણાઓ તબાહ
Follow

Recent Posts

  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
  • “ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ
  • મોદીની ચમચાગીરી ભારે પડી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.