Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સ્પેનના સેઉટામાં 50,000 થી વધુ ગેરકાયદે ઘૂસણખોરોનો દાવો: યુરોપ માટે ખતરાની ઘંટડી

Chief Editor July 31, 2026
spain Migrant Crisis

મોરોક્કો (Morocco) સાથે સરહદ ધરાવતા સ્પેનના ટચૂકડા વિસ્તાર સેઉટા (Ceuta) માં હજારો ગેરકાયદે ઘૂસણખોરો (Migrants) ની ભારે ભીડ અચાનક ધસી આવતાં સમગ્ર યુરોપ (Europe) માં ખળભળાટ મચી ગયો છે.

ગુરુવારે હજારો લોકોએ દરિયાઇ માર્ગે તરીને તેમજ તારાજલ બીચ (Tarajal Beach) પરની બોર્ડર ફેન્સિંગ તોડીને સેઉટામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.

Join Our WhatsApp Group

આ ઘૂસણખોરી દરમિયાન દરિયામાં ડૂબી જવાથી આશરે 18 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ ડ્રામેટિક દ્રશ્યોએ સમગ્ર યુરોપની બોર્ડર સિક્યોરિટી (Border Security) અને વિઝા-ફ્રી મુસાફરી નીતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેણે વર્ષ 2015 ની યુરોપિયન વિસ્થાપન કટોકટીની કડવી યાદો તાજી કરી દીધી છે.

સ્પેન સરકારની મિલિટરી કાર્યવાહી અને બોર્ડર પર કટોકટી પરિસ્થિતિ અત્યંત વણસતાં સ્પેનિશ સરકારે સેઉટા બોર્ડર પર તુરંત મિલિટરી (Military), એરફોર્સ (Air Force) અને નેવીના (Navy) જવાનોને તૈનાત કર્યા છે.

દરીયાઈ સીમામાં સુરક્ષા માટે ડાઇવિંગ ટીમો (Diving Teams) પણ પ પેટ્રોલિંગ કરી રહી છે. સેઉટા બોર્ડર ગાર્ડના વડા રશીદ સબીહીના જણાવ્યા મુજબ, “બોર્ડર સિસ્ટમ સંપૂર્ણપણે કોલેપ્સ (Collapse) થઈ ગઈ છે અને ચારેય તરફ અરાજકતાનો માહોલ છે.”

આશરે 80,000 ની વસ્તી ધરાવતા સેઉટા શહેરમાં અચાનક 49,000 થી વધુ ઘૂસણખોરો પ્રવેશી જતાં શેલ્ટર હોમ્સ (Shelter Homes) ઓવરફ્લો થઈ ગયા છે અને હજારો લોકો રસ્તાઓ પર ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર બન્યા છે.

spain Migrant Crisis-1

સેઉટાનું ભૌગોલિક મહત્વ અને ઘૂસણખોરીનું કારણ સેઉટા અને મેલિલિયા (Melilla) આફ્રિકા ખંડના ઉત્તરીય કિનારે આવેલા સ્પેનના બે સ્વાયત્ત શહેરો છે. સેઉટા એ સમગ્ર યુરોપિયન યુનિયન (EU) ની આફ્રિકા ખંડ સાથેની એકમાત્ર જમીની સરહદ (Land Border) છે.

જેથી ગરીબી, હિંસા અને યુદ્ધથી બચવા માંગતા આફ્રિકન અને અન્ય આંતરરાષ્ટ્રીય નાગરિકો માટે યુરોપમાં પ્રવેશવાનો આ એક પ્રમુખ અને આકર્ષક માર્ગ છે. વર્ષ 1580 થી આ પ્રદેશ સ્પેનના કબજા હેઠળ છે, પરંતુ મોરોક્કો તેને પોતાના કબજા હેઠળનો પ્રદેશ ગણાવે છે. આ અગાઉ 2021 માં પણ 10,000 લોકોએ બે જ દિવસમાં સેઉટામાં ઘૂસણખોરી કરી હતી.

રાજકીય વિવાદ અને સ્પેનની સુપ્રીમ કોર્ટનો ચુકાદો આ ઘટના બાદ સ્પેનની ડાબેરી સપાટીવાળી પેડ્રો સાંચેઝ (Pedro Sanchez) સરકાર સ્થાનિક વિપક્ષ અને વૈશ્વિક નેતાઓના નિશાના પર આવી છે.

હાલમાં જ સ્પેનની સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો કે દરિયામાં પકડાયેલા ઘૂસણખોરોને તરત જ મોરોક્કો પરત ન મોકલી શકાય. માનવ તસ્કરોની ગેંગે (Human Trafficking Networks) આ કાનૂની છટકબારીનો દુરુપયોગ કરીને મોટા પાયે લોકોને યુરોપ તરફ ધકેલ્યા હોવાનો આક્ષેપ છે.

બીજી તરફ, સ્પેને તાજેતરમાં અલ્જીરિયા (Algeria) સાથે સંબંધો ગાઢ બનાવતા, રોષે ભરાયેલા મોરોક્કોએ જાનબૂઝીને બોર્ડર સિક્યોરિટી ઢીલી કરી હોવાનું પણ વિશ્લેષકો માને છે.

ઇટાલીની કડક ચેતવણી અને યુરોપ પર અસર આ અભૂતપૂર્વ ઘૂસણખોરી બાદ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ (Giorgia Meloni) અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મેલોનીએ જાહેરાત કરી છે કે જો સ્પેન પોતાની સરહદો સાચવવામાં નિષ્ફળ રહેશે તો ઇટાલી સ્પેન સાથેનો ‘શેંગન કરાર’ (Schengen Agreement) સ્થગિત કરી દેશે અને સ્પેનને યુરોપના ફ્રી-ટ્રાવેલ ઝોનમાંથી બહાર કરવાની માંગ કરશે.

શેંગન ઝોન હેઠળ યુરોપિયન નાગરિકો પાસપોર્ટ વગર મુક્તપણે એક દેશમાંથી બીજા દેશમાં મુસાફરી કરી શકે છે. 2025 માં યુરોપમાં કુલ 1,54,000 ગેરકાયદે ઘૂસણખોરો દાખલ થયા હતા, પરંતુ સેઉટાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે યુરોપ માટે બોર્ડર સિક્યોરિટી અને ગેરકાયદે ઇમિગ્રેશનનો (Illegal Immigration) મુદ્દો આવનારા દિવસોમાં વધુ ગંભીર બનવાનો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Europe (યુરોપ) Italy (ઇટલી) Migrants (વિદેશી નાગરિકો) Morocco (મોરોક્કો) Spain (સ્પેન)

Post navigation

Previous: માલિબુ કાર અકસ્માત કેસ: આશા વીર સહિત 4 વિદ્યાર્થીઓના મોત મામલે મર્ડર કેસ ચાલશે
Next: ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થતાં બિહારની મહિલા પ્રેમીને મળવા પહોંચી UP: 18 વર્ષના યુવક માટે છોડ્યું ઘર
Follow

Recent Posts

  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
  • “ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ
  • મોદીની ચમચાગીરી ભારે પડી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.