Instagram Love Story | સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શરૂ થયેલી એક અનોખી લવ સ્ટોરી (Love Story) હાલ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના લખીમપુર ખેરી (Lakhimpur Kheri) માં ભારે ચર્ચાનો વિષય બની છે.
બિહારની (Bihar) એક મહિલા પોતાનાથી ઉંમરમાં નાના એવા 18 વર્ષના પ્રેમીને મળવા માટે તમામ સીમાઓ ઓળંગીને ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, બિહારની રહેવાસી આ મહિલાને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ઉત્તર પ્રદેશના લખીમપુરના એક 18 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા (Social Media) પર ચેટિંગ અને લાંબી વાતો બાદ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ ગાઢ બન્યો હતો. પરિણામે, આ મહિલા પોતાના ઘર-પરિવારની પરવા કર્યા વગર પ્રેમીને મળવા માટે બિહારથી સીધી લખીમપુર પહોંચી ગઈ હતી.
મહિલા જ્યારે લખીમપુર પહોંચી ત્યારે આ અનોખી પ્રેમ કહાની અંગે સ્થાનિક લોકો અને સ્થાનિક પોલીસને પણ જાણ થઈ હતી. 18 વર્ષના યુવક અને બિહારની મહિલા વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે શરૂ થયેલો આ પ્રેમ સંબંધ સમગ્ર વિસ્તારમાં કૌતુક અને ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા આ બાબતે બંને પક્ષોના પરિજનોને બોલાવીને જરૂરી કાનૂની અને સમજાવટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
