શેરબજારના રોકાણકારો માટે તો ઝુનઝુનવાલા સ્ટાર હતા.તેમનો જન્મ્ 1960માં મુંબઈમાં થયો હતો.પિતા રાધેશ્યામ ઝુનઝુનવાલા ઈનકમટેક્સ ઓફિસર હતા અને એવુ મનાય છે કે, નાનપણથી પિતાને તેમના મિત્રો સાથે શેરબજાર અંગે વાતચીત કરતા સાંભળીને નાનપણથી ઝુનઝુનવાલાને શેરબજાર તરફ આકર્ષણ થયુ હતુ. 14-8-2022 રાકેશ ઝુનઝુનવાલાનુ 62 વર્ષની વયે નિધન થયુ છે.

રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં મુંબઈમાં બીકોમના અભ્યાસ બાદ સીએની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ શરુ કર્યો હતો.રાકેશ ઝુનઝુનવાલાએ શેરબજારમાં રોકાણની શરુઆત 5000 રુપિયાથી કરી હતી.અત્યારે તેમની સંપત્તિ 40000 કરોડ રુપિયા જેટલી છે.તે રેર એન્ટરપ્રાઈઝ નામની સ્ટોક ટ્રેડિંગ ફર્મ ચાલવતા હતા.ટાઈટન, અરવિંદો ફાર્મા, એનસીસી, ક્રિસિલ, સેસા ગોવા જેવી કંપનીઓના શેરમાં તેમનુ રોકાણ હતુ.
તાજેતરમાં જ ઝુનઝુનવાલાએ લોકોને સસ્તા ભાવે હવાઈયાત્રા કરાવવા માટે આકાશા એરલાઈનની કંપની લોન્ચ કરી હતી.ગયા સપ્તાહે તેમની કંપનીના પ્લેને પહેલી ઉડાન ભરી હતી.

 
				 
						 
						 
                             
                             
                             
                             
                             
                                
                                
                                
                               