
રામ મંદિર (Ram Mandir) આંદોલનના મુખ્ય સૂત્રધાર, પૂર્વ સાંસદ અને વરિષ્ઠ સંત ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું સોમવારે સવારે મધ્ય પ્રદેશમાં નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર સંત સમાજ, રાજકીય જગત અને રામભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
-
નિધનની વિગતો: ડૉ. રામવિલાસ દાસ વેદાંતી 10 ડિસેમ્બરના રોજ દિલ્હીથી મધ્ય પ્રદેશના રીવા પહોંચ્યા હતા, જ્યાં તેમની રામકથા ચાલી રહી હતી. બુધવારે અચાનક તેમની તબિયત બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું.
-
આંદોલનમાં ભૂમિકા: ડૉ. વેદાંતી રામ જન્મભૂમિ આંદોલનના અગ્રણી ચહેરાઓમાં ગણાતા હતા. તેમણે આ આંદોલનને જન-જન સુધી પહોંચાડવામાં અને અયોધ્યાના સાંસદ તરીકે સંસદથી લઈને સડક સુધી રામ મંદિર નિર્માણનો અવાજ બુલંદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના જવાથી સંત સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
-
મુખ્યમંત્રી યોગી દ્વારા શોક: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, “શ્રી રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય સ્તંભ, પૂર્વ સાંસદ અને અયોધ્યા ધામ સ્થિત વશિષ્ઠ આશ્રમના પૂજ્ય સંત ડૉ. રામવિલાસ વેદાંતી જી મહારાજનું ગોલોકગમન આધ્યાત્મિક જગત અને સનાતન સંસ્કૃતિ માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેમનું જવું એક યુગનો અવસાન છે.”
-
અન્ય નેતાઓનો શોક: યુપીના બંને નાયબ મુખ્યમંત્રી – કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક સહિત ઘણા મોટા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અયોધ્યામાં તેમના નિવાસની બહાર શિષ્યો અને અનુયાયીઓની ભીડ ઉમટી પડી છે, અને પોલીસ-પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
