Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations Dialogue meeting with diplomats and heads of missions in Delhi concluded in the presence of Bhupendra Patel National Book Read Day 2025

જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 7 માર્ચ, 2023 ના મંગલવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે
ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 536મી
જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ કરે છે અને ભકતો રાત્રે ચંદ્ર પૂર્ણપણે
ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ રાખે છે. જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રારંભ સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણ સ્વંયમ થકી કરવા ઈચ્છતા હતા
તેમજ સ્વંયમના ઉદાહરણ દ્રારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી શ્રીમતી રાધારાની કે જે
ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે એક ભક્તરૂપે પ્રગટયા હતા. તેમના અવતરણના આ દિવસને ગૌરપૂર્ણિમા
ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.


ભક્ત સમુદાય દ્રારા શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામનુ રટણ કરવાના ઉદેશનો પ્રસરાવ કર્યો એ ઉદેશનું
નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમ્યાન કરવામાં આવ્યું. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના આધ્યાત્મિક
ધ્વનિતરંગોથી ગૂંજી ઉઠયો હતો અને ભકતોની આધ્યાત્મિકતાને વેગ મળતા તેમના ભગવાન પ્રત્યેના ભક્તિમય સમર્પણમાં ઉમેરો થયો હતો.
બપોરના સમયે, ભગવાનશ્રીને 108 પ્રકારના વિવિધ વ્યંજનો સાથે રાજભોગ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત
સર્વ ભક્તોને રાજભોગનો પ્રસાદનો લાભ આપવામાં આવ્યો.


શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (ભગવાન શ્રીચૈતન્ય અને શ્રી નિત્યાનંદા) ને સુંદર પૂષ્પોથી સુશોભિત પાલકીમાં મંદિરના અધિકારશ્રેત્રમાં વિહાર કરાવવામાં
આવ્યો. ચૌતરફનું વાતાવરણ હરેકૃષ્ણ મંત્રના નાદથી અને
ઢોલનગારાના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.


પાલકી ઉત્સવ બાદ ભગવાનશ્રી નો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો જેમાં તેમને વિવિધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના
રસ, અને 7 પવિત્ર નદીઓમાંથી એકત્ર કરેલ જળના 108 કળશ દ્રારા અભિષેક કરવામાં આવ્યો. અભિષેક દરમ્યાન ગૌરઆરતી ભજન ગાઈને
ખાસ આરતી ઉતારવામાં આવી. પછી ભગવાનશ્રીને 108 પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો-મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો. હરેકૃષ્ણ
મંદિરના ભક્તો દ્રારા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષયવસ્તુ પર ખાસ નાટક ભજવવામાં આવ્યું હતું. ઉત્સવના અંતમાં અતિભવ્ય
મહા આરતી પણ કરવામાં આવી હતી. ભગવાનને મહા અભિષેક દરમિયાન અર્પણ કરેલ ફૂલો ને ભક્તો ઉપર પ્રસાદ રૂપે
વરસાવી, પુષ્પ હોળી પણ રમવા માં આવી જેનો બધા ભક્તોએ ખુબ આનંદ મેળવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: