Breaking News

Gujarat has become a role model of development, the credit goes to collective thinking and the will to do good for the people CM Ekta Padyatra reaches Vadodara city Prime Minister Narendra Modi is fulfilling the dream of India seen by Sardar Patel J. P. Nadda Legal awareness seminar on Domestic Violence Act held in Jekada village of Bavla Thakkar Bapa's 156th birth anniversary

*સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે મહાભારત કાળના પ્રાચીન ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં સાબરમતી નદીના તટે આકુળ-વ્યાકુળ ત્રિવેણી નદી સંગમે આદિજાતિનો ભાતીગળ લોકમેળો ભરચક માનવ મહેરામણથી ભરાયો*  *******************     *૧લી અને ૨જી એપ્રિલે બે દિવસીય મેળાનું દિપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર: આદિજાતિ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજયસભાના સાસંદ રમીલાબેન બારા ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન કર્યુ*. ******************** *પ્રાચીન કાળથી આદિવાસી લોકો પણ પોતાના પૂર્વજોને આ ત્રિવેણી સંગમ સ્થળે ગુણભાંખરી ગામે યાદ કરી શ્રાધ્ધવિધી તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ કરે છે*. 

ઉત્તર ગુજરાતના   સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકામાં આવેલા ગુભાંખરી ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો માનીતો ભાતીગળ મેળો એટલે ચિત્ર-વિચિત્રનો મેળો આ મેળો હોળીના તહેવાર પછી ૧૫માં દિવસે ઉજવાય છે. અને બે દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરીવાર ઉમટી પડે છે. પૂર્વજોની શ્રાધ્ધવિધી તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ આ મેળામાં આનંદ ઉલ્લાસ સાથે સવારે શોકમગ્ન બની વિધી કરે છે.  આકુળ-વ્યાકુળ અને સાબરમતીના ત્રિવેણી સંગમે આવેલા ઐતિહાસિક ગુણભાંખરીના મેળાને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર, આદિજાતિ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, જિલ્લા સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ તથા રાજયસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સહિતના મહાનુભવોએ દિપ પ્રાગ્ટય કરી ખુલ્લો મુક્યો હતો.  મેળામાં ઉપસ્થિત આદિજાતિ બાંધવોને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, અપર્ણ અને તર્પણની આ ઐતિહાસિક પવિત્ર ભૂમિને હું વંદન કરુ છુ. શ્રધ્ધા અને આસ્થાના સ્થાનક સમા આ સ્થળે અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરીવાર ઉમટી પડે છે અને પોતાના પૂર્વજોને યાદ કરી તેમની શ્રાધ્ધવિધી કરે છે. મહાભારત સાથે જોડાયેલ ભૂમિ છ હજાર વર્ષ જૂનુ સ્થળ છે. જયાં આકુળ વ્યાકુળની ધરતીમાં લોકો તર્પણ કરે છે. તેમણે રાજય સરકાર દ્વારા આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યુ હોવાની વાત કરતા જણાવ્યું હતું કે, પાલ-દઢવાવના ઐતિહાસિક સ્થળને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે. તેમણે આદિવાસીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરનાર માનગઢના ગુરૂ ગોવિંદ સિંહ અને મોતીલાલ તેજાવતને પણ યાદ કર્યા હતા તેમણે સમાજના લોકોનો-વિસ્તારનો વિકાસ થતો હોય તો તેનો વિરોધ ન હોવો જોઇએ તેની વાત કરતા કહ્યુ હતું કે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસનો સૌનો વિશ્વાસનો ખ્યાલ રાખીને છેવાડના માનવી સુધી વિકાસના મીઠા ફળ પંહોચે તેવું કામ રાજય સરકાર કરી રહી છે. તેમણે સામે રહીને નહિ પણ સાથે રહીને વિકાસ કરવા આહ્વા કર્યુ હતું. તેમણે ઉમેર્યુ હતુ કે, આઝાદીકા અમૃત મહોત્સવ થકી ઐતિહાસક વિરાસતને ઉજાગર કરવાની સાથે વિધાર્થીઓના શિક્ષણની ચિંતા કરી વિનામૂલ્યે મુસાફરી પાસનો લાભ તથા કોરોના કાળમાં ગરીબ લોકો માટે મફત અનાજ આપીને તેમના પ્રત્યે સંવેદના દાખવી છે. તેમણે આદિજાતિ બાળકો ઉચ્ચ શિક્ષણ લઇ શકે તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરી હોવાનું જણાવ્યું હતું.   

આદિજાતિ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું હતુ કે, રાજયની આ સરકારે આદિજાતિ સંસ્કૃતિને વિસરાવા દિધી નથી, આદિવાસી વિસ્તારના મેળાઓએ લોક સંસ્કૃતિને જીવંત રાખાવાનું કામ કર્યુ છે. આ વિસ્તારના લોકો આ પવિત્ર દિવસની ચાતકની જેમ રાહ જોઇને બેઠા હોય છે. આ ઉત્સવનું અનેરૂ મહત્વ છે. આદિજાતિ લોકો રાષ્ટ્રપ્રેમ સાથે  જોડાયેલા હોવાની વાત કરતા જણાવ્યું હતું કે, પાલ-દઢવાવ અને માનગઢની ક્રાંતિ લિવ ફોર નેશન અને ડાઇ ફોર નેશનની પ્રેરણા આપે છે. આદિજાતિ બાંધવોને સાચી શ્રધ્ધાજંલિ આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે સારવારના અભાવે કોઇ ગરીબને જાન ન ગુમાવવી પડે તે માટે પ્રધાનમંત્રી દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ થકી વિનામૂલ્યે સારવાર પુરી પાડી છે. આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળના બે વર્ષ બાદ આ સ્થળે મેળો યોજાઇ રહ્યો છે તેની ખુશી વધારે છે. ભૂતકાળમાં પોશીનાના આ વિસ્તારની હાલત એવી હતી કે રાત્રિના અંધારામાંથી પસાર થવુ પડતુ હતુ રસ્તાનો પણ અભાવ હતો, દુષ્કાળ જેવી પરિસ્થિતનો પણ સામનો કરવો પડતો હતો. પરંતુ રાજયની આ સરકાર દ્વારા આદિજાતિ તાલુકાનો વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું આ ઐતિહાસિક સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકાસવાય તેવા પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોવાનું સાસંદશ્રીએ જણાવ્યું હતું, તેમણે ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે પોશીના વિસ્તારના કલાકારોને પરેડમાં સ્થાન આપીને આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.  મેળામાં ઉપસ્થિત સાસંદ શ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આદિવાસી લોકોમાં આ મેળાનું વિશેષ મહત્વ છે. અંહિ આસપાસ વિસ્તાર જ નહિ પરંતુ પરપ્રાંતના લોકો આવીને આ શ્રધ્ધાના સ્થાનકે આવી શિશ ઝુકાવે છે. સરકાર દ્વારા આવા

પવિત્ર સ્થળોને વિકસાવાનો ખાસ પ્રયાસ હાથ ધર્યો છે. વિકાસના કાર્યોમાં સૌને સાથે લઇને ચાલવાની રાજ્ય સરકારની નીતિથી આદિવાસી ભાઇઓને વિશેષ વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું  જિલ્લા કલેકટર શ્રી  હિતેષ કોયાએ જણાવ્યું હતુ કે, રાજસ્થાનને અડીને આવેલા આ છેવાડના વિસ્તારને વિકાસનો લાભ મળે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોના કાળ બાદ યોજાયેલ આ મેળામાં કાયદો-વયવસ્થા અને પાયાની સુવિધા જળવાય તે માટે ખાસ તકેદારી રાખવમાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું  ચિત્ર-વિચિત્ર મેળામાં પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચીમનભાઇ, સાબરડેરીના વાઇસ ચેરમેન શ્રી બ્રિજેશ પટેલ, ડિરેકટર શ્રી વિપુલ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ, આદિજાતિ અગ્રણી શ્રી રૂમાલ ધ્રાંગી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેળાના બીજા દિવસના પરોઢે આદિજાતિ બાંધવોએ પોતાના સ્વજનોનું તર્પણ કરી શ્રાધ્ધવિધી કરી હતી જયારે યુવાનોને મેળામાં પોતાના મનના માણીગરને શોધવા મેળામાં આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો હતો તો સ્થાનિક ભજન મંડળીઓ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: