Railway Update

સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ ખાતે વ્યાપક વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ ખાતે વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

 

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં “એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ વિવિધ રેલવે પરિસરોમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે અધિકારીઓ તથા કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી તેના સંરક્ષણનો સંકલ્પ લીધો.

સાબરમતી સ્થિત લોકોમોટિવ શેડ ખાતે વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર (Sr. DME) શ્રી એસ. પી. ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુપરવાઇઝરો, તકનીકી કર્મચારીઓ તથા અન્ય રેલકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રસંગે શ્રી ગુપ્તાએ જણાવ્યું કે વૃક્ષો માત્ર પર્યાવરણીય સંતુલન જાળવવા માટે જ નહીં, પરંતુ ભાવિ પેઢીઓના સ્વસ્થ જીવન માટે પણ અત્યંત આવશ્યક છે. તમામ કર્મચારીઓએ વાવેલા વૃક્ષોની નિયમિત દેખભાળ અને સંરક્ષણ કરવાનો સંકલ્પ લીધો.

આ જ ક્રમમાં, સાબરમતી સ્થિત મંડળ રેલવે હોસ્પિટલ ખાતે અપર મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. મનોજ દેવના નેતૃત્વમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ડૉ. દેવએ જણાવ્યું કે સ્વચ્છ હવા અને હરિયાળું પર્યાવરણ સારા સ્વાસ્થ્યનો આધારસ્તંભ છે તેમજ હોસ્પિટલ પરિસરને વધુ પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે આવા પ્રયત્નો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મંડળના વિવિધ સ્ટેશનો, રેલવે કોલોનીઓ તેમજ ટ્રેકની બાજુઓમાં પણ નીમ, પીપળ, બરગત, ગુલમોહર અને જામુન જેવા સ્વદેશી વૃક્ષોના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમદાવાદ મંડળ ભારતીય રેલવેના “નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન” લક્ષ્યની પ્રાપ્તિ માટે સતત અને હરિત વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

3 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

3 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago