Categories: Uncategorized

અમેરિકામાં પિઝા ડિલિવરી કરવા ગયેલા હૈદરાબાદના યુવકની ગોળી મારી હત્યા

Philadelphia Indian Shot | અમેરિકાના ફિલાડેલ્ફિયા (Philadelphia) શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ત્યાં પાર્ટ-ટાઇમ પિઝા ડિલિવરી (Pizza Delivery)નું કામ કરતા 28 વર્ષના ભારતીય યુવક અંશુલ કુંચા (Anshul Kuncha)ની નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક મૂળ તેલંગાણાના હૈદરાબાદ (Hyderabad)નો રહેવાસી હતો. આ ઘટના બાદ તેના પરિવારમાં ભારે શોકનો માહોલ છે.

પરિવારના જણાવ્યા અનુસાર, અંશુલ ફિલાડેલ્ફિયામાં એક મલ્ટિનેશનલ કંપની (MNC)માં ફૂલ-ટાઇમ નોકરી કરતો હતો અને વીકેન્ડ (Weekend) પર તે પિઝા ડિલિવરીનું કામ કરતો હતો.

ઘટનાની રાત્રે તેને એક નિર્જન વિસ્તારમાં પિઝા ડિલિવરી કરવાનો ઓર્ડર મળ્યો હતો. અંશુલ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ તેના માથામાં 3 ગોળીઓ મારી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અંશુલની બહેન તન્વીએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય લૂંટફાટની ઘટના નથી, પરંતુ એક મોટું ષડયંત્ર (Trap) હતું. તેણે જણાવ્યું કે અંશુલની કોઈ પણ કિંમતી વસ્તુની લૂંટ થઈ નથી. તેને જાણીજોઈને એક પ્લાનિંગ અંતર્ગત એવા અવાવરું સ્થળે બોલાવવામાં આવ્યો હતો જ્યાં તેની હત્યા કરી શકાય.

અમેરિકન મીડિયા (US Media) રિપોર્ટ્સ અનુસાર, બ્લેક માસ્ક (Black Mask) અને બેકપેક પહેરેલા 2 બંદૂકધારીઓએ આ ગુનાને અંજામ આપ્યો હતો.

આ ભયાનક ઘટના બાદ ન્યૂયોર્કમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે (Indian Consulate) ટ્વિટર (X) પર શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ પીડિત પરિવારના સતત સંપર્કમાં છે.

પરિવારજનોએ ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA)ને અંશુલના મૃતદેહને વહેલી તકે ભારત લાવવા અને ન્યાય અપાવવા માટે અપીલ કરી છે. હાલમાં અમેરિકાની પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોના ચોક્કસ હેતુ અને તેમની ઓળખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

15 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago