સમાજના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ મહાનુભાવોના સન્માન કરવાના અવસરે શ્રી બાવન વાંટા રાજપૂત સમાજ પ્રેરિત શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ , પાલનપુર આયોજિત સન્માન સમારોહ અને પ્રથમ વર્ષ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓના શપથવિધિ કાર્યક્રમમાં રાજપૂત સમાજ અને રાજપૂત સમાજની વિવિધ સંસ્થાના હોદેદારો દ્વારા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબનું સન્માન કરવામાં આવ્યું.



સાહેબશ્રીએ ઉદ્બોધનમાં જણાવ્યું કે સમાજ ઉદ્યોગક્ષેત્રે આગળ વધે અને શિક્ષણક્ષેત્રે પણ આગળ વધે, સરકાર આજના જમાનામાં ઉદ્યોગ માટે ઘણું બધું કરી રહી છે તેમજ સમાજના સર્વે આગેવાનો, સંસ્થાઓના હોદ્દેદારો અને સમસ્ત બાવન વાંટા રાજપૂત સમાજનો સન્માન કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો તેમજ સાહેબશ્રીના વરદહસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે શ્રી કિશોરસિંહ સોલંકી સંકુલના દાતાશ્રી, સન્માનનીય મહાનુભાવ શ્રી ગુણવંતસિંહ સોલંકી (આઈ.એ.એસ), સન્માનનીય મહાનુભાવ શ્રી વદનસિંહ બોડાણા – એડીશનલ કલેકટર, શ્રી સામંતસિંહ સોલંકી પ્રમુખશ્રી રાજપુત સમાજ મિલકત ટ્રસ્ટ અંબાજી, શ્રી ડી. ડી. રાજપૂત પ્રમુખશ્રી થરાદ તાલુકા રાજપુત સમાજ, શ્રી કાનજીભાઇ રાજપુત પ્રમુખશ્રી વાવ તાલુકા રાજપુત સમાજ , શ્રી ઉદયસિંહ રાજપુત પ્રમુખશ્રી હિંદવાણી રાજપુત સમાજ, શ્રી થાનાજી રાજપુત દાતાશ્રી સુઈગામ રાજપુત સમાજ ભવન ગાંધીનગર, શ્રી એલ.કે.બારડ , શ્રી કેશરસિંહ સોલંકી નિવૃત્ત સેલટેક્સ કમિશનર, શ્રી મદારસિંહ હડીયોલ, શ્રી અજમલસિંહ પરમાર, શ્રી ડૉ. ડી. ડી. પાટીદાર પ્રિન્સીપાલ, શ્રી મયંકભાઈ શાહ – પાલનપુર, સમસ્ત બાવન વાંટા રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો અને ભાઈઓ, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા.



 
				 
						 
						 
                             
                             
                             
                             
                             
                                
                                
                                
                                
                               