Breaking News

11-3

આજ રોજ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત “શ્રમ પારિતોષિક વિતરણ” કાર્યક્રમ, છોટા ઉદેપુર જિલ્લામાં પાવી-જેતપુર આઈ.ટી.આઈ, ગીર-સોમનાથ જિલ્લામાં ગીર-ગઢડા આઈ.ટી.આઈના નવનિર્મિત ૨-ભવનનું લોકાર્પણ તેમજ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૧૨ નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યો. સાથેજ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીના અમદાવાદ ડેન્ટલ કોલેજ અને શોભિત ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાથે એમ.ઓ.યુ થયા..

આ પ્રસંગે ડૉ. અંજુ શર્મા – અધિક મુખ્ય સચિવ (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ), શ્રી પીએમ શાહ- નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, શ્રીમતી નિશાબેન શર્મા – સભ્ય સચિવશ્રી બાંધકામ બોર્ડ, શ્રીમતી રીટાબેન પટેલ – વેલફેર કમિશનર ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ, વિભાગના અધિકારીઓશ્રી અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: