Breaking News

પ્રિયમ ગાંધી મોદીએ શિકાગોમાં 2024ની ચૂંટણીઓ વચ્ચે ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી કરી

OFBJP ના અમર ઉપાધ્યાય શિકાગો કન્વીનર, રાકેશ મલ્હોત્રા વૈશ્વિક ભારતીય ડાયસ્પોરાના સ્થાપક અને      ‘WhatKnow More

સુરત ડાયમંડ ટ્રેડ સેન્ટરના નવા ચેરમેન ગોવિંદ ધોળકિયા

ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલે રાજીનામું આપતાં કોર કમિટીએ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને નવા અધ્યક્ષ તરીકેKnow More

સુદર્શન સેતુ વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણની આગવી ઓળખ

0000000ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ0000000દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશ કલગીમાંKnow More

કોસ્ટગાર્ડના ૪૮ મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં  ગરિમામય સમારોહ યોજાયો

પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે અરવલ્લી આર્ટ ઓડિટોરિયમનું રાજ્યપાલશ્રીના હસ્તે ઉદઘાટન ભારતીય સમુદ્ર સીમાના પ્રહરી તરીકે વીરતાKnow More

એટલાન્ટા…UNESCO..કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામના ઉપક્રમે સ્પે.ગરબા યોજાયા

ગુજરાતની ઓળખ સમા ‘ગરબા’ની UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેથી વિશ્વભરમાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે આવેલી આ ગૌરવની ક્ષણની ઉજવણીના ભાગરૂપે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામના સંયુક્ત ઉપક્રમે તા.7 ડિસેમ્બરે સ્પે.ગરબા યોજાયા હતા. આ પ્રસંગે ગરબા પ્રેમી ગુજરાતીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબે ઘૂમી સ્પે.ગરબાના આયોજનને સફળ બનાવ્યું હતું. ર્માં જગતજનની જગદંબાના આરાધના પર્વ નવરાત્રિના નવ દિવસોમાં ગરબાની પરંપરા દ્વારા માતાજીની ભક્તિ-આરાધના કરવામાં આવે છે. આદ્યશક્તિની ભક્તિના પ્રતિક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સમયમાં પણ જીવંત અને યથાવત્ રહી છે. આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વમાં વસતા ગુજરાતીઓ દ્વારા દર વર્ષે નવરાત્રિ પર્વે ગરબાના આયોજન સાથે ગુજરાતની આ પરંપરાને વધુને વધુ ગાઢ બનાવવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની ગરબાની વિરાસતને આ મહત્ત્વ મળ્યું છે. એટલું જ નહીં ગુજરાતના ગરબાને વિશ્વ સમક્ષ લઇ જવાના વડાપ્રધાન દ્વારા થતા પ્રયાસોથી ભારતીય અને ગુજરાતી સમુદાય ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. UNESCO દ્વારા ગુજરાતની ઓળખ સમા ગરબાની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરાતાં તેની ઉજવણીનું આયોજન એટલાન્ટાની ગોકુલધામ હવેલી ખાતે કરાયું હતું. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા-એટલાન્ટા અને ગોકુલધામ હવેલી-એટલાન્ટાના સંયુક્ત ઉપક્રમે સ્પેશ્યિલ ગરબા યોજાયા હતા. આ પ્રસંગે કોન્સલ જનરલએલ.રમેશ બાબુ, ડેપ્યુટી કોન્સલ જનરલ મદનકુમાર ગિલ્ડીયાલ, ગોકુલધામના ચેરમેન અશોક પટેલ,એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ફેડરેશન ઓફ ઇન્ડિયન એસો.ના પ્રમુખ ડૉ.વાસુદેવ પટેલ અને કોન્સલ ઓફિસર રાજીબ ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. સ્પે.ગરબાની શરૂઆત થતાં એટલાન્ટામાં વસવાટ કરતા ગરબા પ્રેમી ખેલૈયાઓ સતત બે કલાક સુધી ગરબે ઘૂમી ગરબાનો આનંદ લૂંટ્યો હતો. ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળતાં તેની ખુશીની અભિવ્યક્તિ ગરબા ખેલૈયાઓ અવનવી સ્ટાઇલના ગરબા રમીને કરી હતી. ગરબામાં અબાલવૃદ્ધ સૌ કોઇ ખેલૈયાઓ જોડાયા હતા. સ્પે.ગરબામાં ભાગ લેવા આવેલા સૌ કોઇ ખેલૈયાઓ માટે ગોકુલધામ તરફથી રાત્રિ ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.

“સાહિત્યમાં રાષ્ટ્રીયતા” ખૂબ આવશ્યક પંડિતઃ સાતાવલેકરજી

“સાહિત્યમાં રાષ્ટ્રીયતા” ખૂબ આવશ્યક , કરણીય વિચાર પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને પંડિત સાતાવલેકરજીKnow More