માધુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવે છે કે,
રાજકોટ ગુરુકુળ મંદિર સીનીયર ગ્રુપ ડલાસ- ટેક્સાસ દ્વારા ન્યુ મેક્સિકો TAOS હનુમાન મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા એક પ્રવાસનું આયોજન માધુભાઈ પટેલ અને સુધાબેન ભટ્ટની રાહબરી નીચે મે 12, 13 અને 14 તારીખે કરવામાં આવ્યું. :::::::::::::::::::: તારીખ 12મી મે સવારે 6. 00 am. ગુરુકુળ મંદિરથી લકઝરી બસ દ્વારા યાત્રા પ્રવાસની શરૂઆત કરી રાત્રે Taos હનુમાન મંદિરથી નજીક મોટેલ 8 રાત્રિ નિવાસ કર્યો.

13મી સવારે 8 વાગે Taos સીટી આજુબાજુ કુદરતી સુંદર રળિયામણી શિખરમાળા વચ્ચે વસેલા ઈન્ડો અમેરિકન આદિવાસીઓના માટી લીપણ વાળા ઘર તેમની રહેણીકરણી, સંસ્કૃતિ અંગે જાણકારી જાણી, ઘર જોઈ સિનિયરોને આંનદની લાગણીનો અહેસાસ થયો. Taos સીટી દર્શન બાદ 10 વાગે એક કુદરતને ખોળે અનોખી સુંદરતા વચ્ચે બંધાયેલા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠિત એક અતિ સુંદર હનુમાન દાદાની અનોખી અદા વાળી કલાકૃતિ કરેલી મૂર્તિના દર્સનથી જ પાવન થઈ શ્રધ્ધા સુમન કરી એક એવી અનુભૂતિ થઈ કે દાદા અમારું હર પળ રક્ષણ કરશે. આત્મ સંતોસથી અને મનની અંતઃ સ્પૃરાથી પ્રાર્થના કરી મંદિરના પ્રાંગણામાં બેસી મનને દિવ્ય શાંતિથી ભરી આજુબાજુના સુંદર બાગ અને કુદરતી સૌંદર્ય નિહાળ્યું. મંદિરમાં રસોડે ભોજન પ્રસાદ બનાવવા માટેની સેવામાં સીનીયર બહેનો અને ભાઈઓ જોડાઈ ગયા. ત્યાર બાદ પ્રસાદી લેવાની હાકલ પડતાં સમૂહમાં સર્વે ભક્તોએ પ્રસાદ લીધો. પ્રસાદ બાદ બસ પ્રવાસ શરૂ કરી અતિ સુંદર કુદરતી પર્વતીય ગિરિમાળાથી ઘેરાયેલા SANTA FE સીટીની મુલાકાત લીધી અને ઓરીજનલ ઈન્ડો અમરિકન આદિવાસીના માટી લીપણના ઘર અને ઓરીજનલ સંસ્કૃતિ અંગે જાણકારી મેળવી. સિટીના આજુબાજુના કુદરતી સૌંદર્યતાને નિહાળી સિટીના બજારમાં કેટલાક જુલરી સ્ટોરની મુલાકાત લીધી તેમજ જોવા લાયક સ્થળ નજર અંદાજ કરી મુસાફરી ROSWELL સીટી તરફ શરૂ કરી ROSWELL મોટેલમાં રાત્રિ રોકાણ કર્યું.
;; મે 14મી સવારે 6. વાગે બસથી CARLSBAD CAVERNS NATIONAL PARK જોવા નીકળી પહાડી ચઢાણવાળા રસ્તેથી CARLLSBAD CAVE પહોંચી એન્ટ્રી પાસ લઈ જે સીનીયર ભાઈ બહેનો ચાલી શકે તેવા હતા તેમણે પગપાળા કેવ જોવા ચાલવાની શરૂઆત કરી અને જેમને ચાલવાની તકલીફ હતી તેમણે લિફ્ટ મારફતે 700 ફૂટની ઊંડાઇએ જઇ એક વિશાળ હિસ્ટોરિકલ કેવની કુદરતી કરામત કલાકારીગરી જોઈ તો એક અનોખી અજાયબીનો અનુભવ થયો. કેવ જોઈ લીધા બાદ સ્ટોરની મુલાકાત લઈ બહાર આવ્યા બાદ બસ મુસાફરી શરૂ કરી રાત્રે રાજકોટ ગુરુકુળ પહોંચી પ્રવાસની પુર્ણાહુતી કરી પોત પોતાના ઘર તરફ વિદાય લઈ છુટા પડ્યા.
