Breaking News

ઔડા દ્વારા રણાસણ ખાતે રૂ. 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજથી ટ્રાફિકનું ભારણ ઘટશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરી વિકાસ મંડળ (ઔડા) દ્વારા રણાસણ જંક્શન પર રૂ. 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

રણાસણ પાસે આ ઓવરબ્રિજ બનતાં સુરત અને સૌરાષ્ટ્ર તરફથી સરદાર પટેલ રિંગરોડ પર અમદાવાદ-મહેસાણા- હિંમતનગર તરફ આવતા-જતા ટ્રાફિકનું ભારણ ઘટવા પામશે.

આ ઓવરબ્રિજના બાંધકામથી સરદાર પટલ રિંગ રોડ પર અવર જવર કરતાં નાનાં-મોટાં વાહનો તેમજ કોમર્શિયલ વાહનોને અવરજવરમાં સરળતા રહેશે તથા ઇંધણની સાથે સમયની પણ બચત થવા પામશે.  

રણાસણ ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય સર્વે શ્રી બાબુભાઈ જ. પટેલ, અમિતભાઈ શાહ, હર્ષદભાઈ પટેલ, અલ્પેશ ઠાકોર, અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, એએમસીના કમિશનર શ્રી એમ થનારસન તથા ઔડાના સીઈઓ શ્રી ડી. પી. દેસાઈ સહિતના મહાનુભાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: