Breaking News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ નો  અંબાજી ધામ નજીક ના કોટેશ્વર ના ગ્રામજનો અને બાળકો ને આજે અદકેરો અનુભવ થયો*.*મુખ્યમંત્રીશ્રી કોટેશ્વર મહાદેવ માં પૂજન અર્ચન કરી  ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત ના વિકાસ કામો ના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા*. *માર્ગ માં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિક ની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે  પોતીકા  ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર  પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળા ની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી*.*શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની  ચા ની ચૂસકી લીધી અને  નાસ્તો પણ કર્યો હતો*.*મંત્રીશ્રી અરવિંદ રૈયાણી મુખ્યસચિવ શ્રી પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા*.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: