Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Uncategorized
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જી.આઈ.ડી.સી. વનસ્ટોપ કમ્પોડિયમનું વિમોચન કર્યું ઉદ્યોગમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જી.આઈ.ડી.સી. વનસ્ટોપ કમ્પોડિયમનું વિમોચન કર્યું ઉદ્યોગમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

H S March 14, 2023
14 3 gidc

રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જી.આઈ.ડી.સી.નો નવતર અભિગમ

……………….
પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ-એલોટમેન્ટ અને જમીન શાખાના
મહત્વપૂર્ણ દસ્તાવેજો હવે એક જ જગ્યાએથી મળી રહેશે.
ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઈ.

………………..
જુદા જુદા પરિપત્રોની લાગુ પડતી ગૂંચવણો દૂર થતાં
રાજ્યમાં વ્યવસાયકારોને સરળતા અને મદદ મળશે

……………………..

જી.આઈ.ડી.સી.એ ગુડ ગવર્નન્સ પહેલ અન્વયે ૧૭ ઓનલાઈન મોડ્યુલ્સ વિકસાવી
૯૫ હજારથી વધુ અરજીઓનો નિકાલ કર્યો છે.

……………………..

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપતો નવતર અભિગમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જી.આઈ.ડી.સી. મારફતે અપનાવ્યો છે.
જી.આઈ.ડી.સી.ની પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ એલોટમેન્ટ અને જમીન શાખા એમ ત્રણ મુખ્ય શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજોના સંકલન એવા કમ્પોડિયમનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોન્ચ થયેલા આ કમ્પોડિયમની ઓનલાઈન સુવિધા પણ સ્ટેકહોલ્ડર્સ માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
આ કમ્પોડિયમમાં ત્રણ મુખ્ય શાખાઓના મહત્વપૂર્ણ પરિપત્રો, નીતિ-નિયમોની અદ્યતન માહિતી એક જ જગ્યાએથી મળતી થવાને પરિણામે સ્ટેકહોલ્ડર્સનો સમય બચશે અને કામકાજ સરળ બનશે.
એટલું જ નહીં, વિવિધ પરિપત્રોની લાગુ પડતી ગૂંચવણો દૂર થઈ જવાથી અરજીઓનો ઝડપી નિકાલ આવશે. તેમ જ જી.આઈ.ડી.સી.ની સેવાઓનો લાભાર્થીઓને વધુ વિસ્તૃત લાભ મળી રહેશે.
આ ઉપરાંત રોકાણકારોને જી.આઈ.ડી.સી.ની વર્તમાન નીતિઓ વિશે વધુ સારી રીતે માહિતગાર કરી શકાશે. જેથી તેઓ પરિણામલક્ષી, અસરકારક પગલાં લઈ શકશે.
મુખ્યમંત્રીશ્રીએ આ વનસ્ટોપ કમ્પોડિયમનું વિમોચન કર્યું તે વેળાએ જણાવવામાં આવ્યું કે જી.આઈ.ડી.સી.એ તેની ગુડ ગર્વનન્સ પહેલ હેઠળ ૧૭ ઓનલાઈન મોડ્યુલ વિકસાવ્યા છે અને અત્યાર સુધીમાં ૯૫૦૦૦થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પહેલ હેઠળ, ૪ અરજીઓ આઈ.એફ.પી. સાથે સંકલિત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૩૫૦૦૦થી વધુ અજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તમામ ઓનલાઈન સેવાઓની પ્રક્રિયા ડિજિટલ હસ્તાક્ષર(ડી.એસ.સી.) દ્વારા કરવામાં આવે છે અને ૩.૯૦ લાખથી વધુ ફાઈલોને સ્કેન કરીને ડિજિટલી લિંક કરવામાં આવી છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે જી.આઈ.ડી.સી.ની સ્થાપના ૧૯૬૨માં જી.આઈ.ડી.સી. કાયદા હેઠળ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગવાન બનાવવા અને રોજગાર ઊભા કરવા માટે કરવામાં આવી હતી. જી.આઈ.ડી.સી. ઔદ્યોગિક હેતુઓ માટે અનુકૂળ સ્થાનોની ઓળખ કરીને તેને વિકસાવવાનું કામ કરે છે, જેથી તેમને ઉદ્યોગસાહસિકની જરૂરિયાતોને અનુરૂપ બનાવી શકાય.
આજ સુધીમાં, જી.આઈ.ડી.સી.એ ૨૩૯ એસ્ટેટને વિકસાવીને સમગ્ર ગુજરાતમાં ૭૦,૧૨૫થી વધુ એકમોનો સમાવેશ કરીને ૪૧,૮૯૯ હેક્ટરમાં જમીન સંપાદિત કરી છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ કમ્પોડિયમના વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, ઉદ્યોગ કમિશ્નરશ્રી રાહુલ ગુપ્તા તેમ જ અધિકારીઓ પણ જોડાયા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઇઝ ઓફ લિવિંગ વૃદ્ધિ ક્ષેત્રે ગુજરાતની વધુ એક પહેલ 
Next: વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન માટે નવું ડિલિવરી વાહન દાન કરાયું

Related News

US-Iran talks conclude with claims of progress but few details

US Iran Deal: અમારી શરતો માનો નહીંતર હુમલા માટે તૈયાર રહો! ઈરાનને અમેરિકાની ધમકી

Chief Editor February 27, 2026
Larry the Cat

UKનો સરકારી બિલાડો ‘લેરી’: 6 PM બદલાયા પણ 15 વર્ષથી ‘સત્તા’માં!

Chief Editor February 17, 2026
India-Seychelles Relations

ભારત-સેશેલ્સ સંબંધો: PM મોદી અને પ્રમુખ હર્મિનીની ખાસ મુલાકાત

Chief Editor February 9, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.