Breaking News

No direct link between air pollution and lung disease Minister Lord Ram was Muslim Trinamool MLA Madan Mitra sparks row gbu-students-develop-indias-first-mrna-based-therapy-to-boost-ivf-success-rates harsh Sanghvi inaugurates many projects including khakhi bhavan PF

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલી બાયોટેકનોલોજી પોલીસી ૨૦૨૨-૨૭ની ફલશ્રુતી

અંદાજે ૩ હજારથી વધુ નવી રોજગારીની તકોનું નિર્માણ થશે

રાજ્યમાં બાયોટેક ઈકોસિસ્ટમના સંવર્ધન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્ર સહિત એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને નવા યુગને અનુરૂપ બાયોટેકનોલોજી સેક્ટરમાં વિકાસનો વ્યાપ વિસ્તરી રહ્યો છે.
રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં બાયોટેકનોલોજી પોલીસી ૨૦૨૨-૨૭ ની જાહેરાત કરેલી છે.
આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકાર ૨૫% CAPEX સપોર્ટ, પાંચ વર્ષ માટે ૧૫% OPEX સપોર્ટ, બેંક લોન પર ૭ ટકા વ્યાજ સબસીડી અને રોજગાર સપોર્ટ જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં જાહેર થયેલી આ બાયોટેકનોલોજી પોલીસીને સ્ટેક હોલ્ડર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
આ પોલીસીની ફળશ્રુતિ રૂપે રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરમાં નવા રોકાણો માટે એક જ દિવસમાં બે હજાર કરોડ રૂપિયાના MOU મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બુધવાર તા.૧૯ જુલાઈએ સંપન્ન થયા હતા.
સાયન્સ ટેકનોલોજી સચિવશ્રી વિજય નેહરાએ રાજ્ય સરકાર વતી આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
ગુજરાતની ૧૩ અને મહારાષ્ટ્ર તથા દિલ્હીની એક એક એમ કુલ ૧૫ કંપનીઓએ કરેલા આ MOUથી આવનારા બાયોટેક ઉદ્યોગોમાં અંદાજે ૩ હજાર જેટલી રોજગારીનું ભવિષ્યમાં સર્જન થશે.


રાજ્ય સરકાર સાથે જે MOU થયા છે તેમાં મહારાષ્ટ્રની એમ્બાયો લિમિટેડ અને નવી દિલ્હીની બાયોટ્રેન્ડ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત ગુજરાતનાં સ્થાનિક ઔદ્યોગિક એકમોમાંથી આશરે રૂ. ૧૦૦૦ કરોડના પ્રતિબદ્ધ રોકાણ સાથે ઝાયડસ લાઇફસાયન્સ, કોન્કોર્ડ બાયોટેક અને હેસ્ટર બાયોસાયન્સ લિ. એક નવા યુગના સ્થાનિક ટેકનોલોજી પ્લેયર, મિટીયોરિક બાયો-ફાર્માસ્યુટિકલ પ્રા. લિ. દ્વારા આશરે રૂ. ૫૦૦ કરોડના પ્રતિબદ્ધ રોકાણો તેમજ એન્ડોક બાયોટેક પ્રા. લિ.,ગુજરાત થેમિસ બાયોસીન લિ.,સ્ટીવિયાટેક લાઈફ પ્રા. લિ.,સેલેક્સિસ બાયોસાયન્સ પ્રા. લિ.,કનિવા બાયોસાયન્સ પ્રા. લિ. અને અન્ય ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.
આ MOUમાં મુખ્યત્વે ફર્મેન્‍ટેશન આધારીત APIS અને બાયોફર્ટીલાઈઝર્સ સેક્ટર, તથા પ્રિસીઝન ફર્મેન્‍ટેશન, એનિમલ ટિશ્યુ કલ્ટીવેશન જેવા નવા ક્ષેત્રોમાં રોકાણોનો સમાવેશ થયેલો છે.
એટલું જ નહિ, રાજ્યના કચ્છ અને દેવભૂમિદ્વારકાથી લઈને વાપી-વલસાડ સુધીના વિવિધ જિલ્લાઓમાં આ ઉદ્યોગો આવનારા દિવસોમાં શરૂ થશે.
નવા યુગને અનુરૂપ ઉભરતા ક્ષેત્ર તરીકે બાયોટેકનોલોજી સેક્ટરની સંપૂર્ણ ઈકો સિસ્ટમનાં સંવર્ધન માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
આ હેતુસર ગજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન GSBTM નોડલ એજન્સી તરીકે કાર્યરત કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર GBRC અને વડોદરા નજીક સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્‍ક્યુબેટર STBI અને ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી પણ કાર્યરત છે.
બાયો ટેકનોલોજી સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ,એમ્પ્લોયમેન્‍ટ જનરેશન તથા એકેડેમીક કોર્સીસ માટે વર્લ્ડ ક્લાસ ફેસેલિટીઝ ગુજરાતમાં પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે. એ દિશામાં આ ૧૫ MOUથી થનારું રોકાણ દિશા રૂપક બની રહેશે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ થયેલા આ MOU સાઈનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, અધિક મુખ્યસચિવશ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવશ્રી એસ. જે. હૈદર, સાયન્‍સ ટેકનોલોજી સચિવશ્રી વિજય નેહરા, ઉદ્યોગ કમિશ્નરશ્રી સંદીપ સાંગલે અને ઉદ્યોગકારો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: