Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Health
  • પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પધ્ધતિ છે : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પધ્ધતિ છે : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Chief Editor January 7, 2024
8 raj3

બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે લોકાર્પણ

7-1

પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પધ્ધતિ છે. પાંચ તત્વોનું બનેલું મનુષ્ય શરીર પાંચ તત્વોના અસંતુલનથી બગડે છે. નેચર ક્યોર આ પાંચ તત્વથી શરીરને સંતુલિત કરવાની વિધી છે. ત્યારે સરહદી કચ્છ પ્રદેશના બિદડામાં દાનવીરોના દાનથી ચાલતી હોસ્પિટલમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રદાન કરવા જે કાર્ય આરંભાયું છે તે અભિનંદનને પાત્ર છે, એમ કચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે બિદડા ગામ ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર કયોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે હોસ્પિટલના પાયાના પથ્થર સ્વ. બચુભાઇ રાંભિયાને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના લોકોના કલ્યાણ માટે સ્થાપેલી હોસ્પિટલ આજે વટવૃક્ષ બનીને દીન-દુખિયાઓ માટે કાર્ય કરી રહી છે. દરેક પ્રકારની આરોગ્ય સેવા આપતી આ હોસ્પિટલમાં કાર્યરત નેચર ક્યોર થેરાપી સેન્ટર લોકોને પ્રકૃતિની વધુ નજીક લઇ જઇને આરોગ્યપ્રદાન કરશે. તેમણે સ્વસ્થ શરીર માટે આયુર્વેદનો મહિમા જણાવીને લોકોને જીવનનો આનંદ માણવા માટે પ્રથમ સ્વસ્થતા પર ધ્યાન આપવા ભાર મુકયો હતો. આજના ફાસ્ટયુગમાં ફાસ્ટફુડ, બેઠાડુ જીવન, આળસ ત્યજીને વ્યસ્તતા વચ્ચે પણ યોગ, પ્રાણાયામ સાથે યોગ્ય જીવન શૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.

બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની માનવસેવાની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલના દેશ-વિદેશના દાતાઓને અભિનંદન આપતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, નાણાનો સદઉપયોગ મનુષ્યનો આ જન્મ તો સુધારે છે પરંતુ આવનારા જન્મનું પણ ભાથુ બાંધી આપે છે. વતન મુકીને દેશ-વિદેશ સ્થાયી થયેલા કચ્છીઓની વતનસેવાની લાગણીને બિરદાવતાં રાજયપાલશ્રીએ કચ્છીઓના આ દિવ્યગુણને સોનાની લંકા ત્યજનારા રાજારામના અયોધ્યા પ્રત્યેના પ્રેમ સાથે સરખાવ્યો હતો.

આ પ્રસંગે રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનો મહિમા સમજાવીને ઉપસ્થિતોને રાસાયણિક ખેતી ન કરવા તથા પ્રાકૃતિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, આહાર એ જ ઔષધિ છે, તેને જો યોગ્ય રીતે અપનાવાય તો રોગનું શમન કરી શકે છે.

રાજયપાલશ્રીએ સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરી તેમણે સમાજકલ્યાણ માટે આપેલા બોધને સમજાવી દાતાઓ દ્વારા લોકકલ્યાણ માટે કરાતી દાનની સરવાણીને ધાર્મિકતાનું દ્યોતક ગણાવી હતી.

આ પ્રસંગે રાજયપાલશ્રીએ નેચર ક્યોર થેરાપી સેન્ટરનું ઉદધાટન કરીને હોસ્પિટલના રિહેબેલીટેશન સેન્ટર, યોગ સેન્ટર સહિતની મુલાકાત લઇને હોસ્પિટલની સેવા કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે છેવાડાના મરૂપ્રદેશમાં ટ્રસ્ટીઓ તથા દાનવીરો દ્વારા આરોગ્યસેવા માટે જલાવેલી જયોતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અમેરીકાના દાતાઓ દ્વારા કરાયેલી દાનની સરવાણીનો ચેક હોસ્પિટલને અર્પણ કર્યો હતો.

આજના કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવે, વિરાયતન વિદ્યાપીઠના શ્રી  શીલાપીજી, શ્રી જિનચંદ્રજી મુનિ, ટ્રસ્ટના ચેરમેનશ્રી વિજયભાઇ છેડા, હેમંતભાઇ રાંભીયા, હાર્દિકભાઇ મમાણીયા, વિમલભાઇ શાહ, સંજયભાઇ એન્કરવાલા, હરેશભાઇ ઠક્કર , કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમેરિકાઃ ડલ્લાસમાં રહેતા મહેસાણા કડવા પાટીદાર સમાજનું સ્નેહમિલન
Next: ગુજરાત એસ.ટી નિગમની અતિઆધુનિક “Double Decker AC Electric Bus”નું મુખ્યમંશ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીથી લોન્ચિંગ કર્યું

Related News

Gujarat Board Exam

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Chief Editor February 26, 2026
weight-gain-after-workout-reasons-and-fitness-tips

વર્કઆઉટ કરવા છતાં પણ વધી રહ્યું છે વજન? જાણો ક્યાં છે ભૂલ

Chief Editor February 25, 2026
holi color

હોળીના સિન્થેટિક રંગોથી સાવધાન: સ્કીન, આંખો અને ફેફસાંને થઈ શકે છે ગંભીર નુકસાન

Chief Editor February 25, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.