ચરોતર લેઉવા પાટીદાર સમાજ દલાસ ધવારા ૨૦૨૫ દિવાળી ડીનર નું આયોજન તારીખ ૧૧ઓકટોબરની રોજ સાંજે ૬ વાગે સીનીયર સેન્ટર કેરલટન ન હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ એપીટાઈઝરની આઇટમોમાં મઠીયા, સ્વીટ અને સોફટ પીણું રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૃઆતમાં પહેલાં વેષણવ હવેલીની બહેનો એ સુંદર ડાન્સ નો કાર્યક્રમ રજુ કર્યો હતો.
સમાજના પ્રમુખ પુરવાગ ભાઈ (Tino patel ), સ્પોન્સરર તૃપ્તિબહેન (ઓમેગા ટ્રાવેલ), નિખિલ ભાઈ ,સુઘીર ભાઈ ( Newyork life ), મુકુંદ ભાઈ (આરતી જ્વેલર્સ) આનંદ પબારી (ઈન્ડિયા બઝાર) તથા સમાજના ભાઈ બહેનોનું સ્વાગત કરાયું હતું. લકી ડ્રો નું આયોજન પણ કરાયું હતું. જેમાં ઈન્ડિયા બઝારના ગીફટ કાર્ડ. ૧૦૦$ જુયસર મશીન, કોરીયકી સીસ્ટમ તથા આરતી જ્વેલર્સ ધવારા ૧ ગ્રામ સોનાનો સીકો તથા ૨૦ ગ્રામ નો ચાંદીનો સીકો આપવામાં આવ્યો હતો. સુઘીર ભાઈએ ગુજરાતી સમાજ દલાસ ની યુથ અકટીવટી માટે ફાઈનાન્સીયલ મદદ કરી હતી. સમાજની ભાઈબહેનો ઘવારા કેટ વોકનુ આયોજન પણકરવામાં આવ્યું હતું. અંત માં રાજુલા કીચન ધ્વારા બનાવેલ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ માણીને સૌ છૂટા પડ્યા હતા.