Breaking News

આ વાર્ષિક ઇવેન્ટ ઉદ્યોગકારોને તેમની વ્યાપારિક સિદ્ધિને વધુ પ્રતિષ્ઠિત કરે છે અને સફળતાની વધુ ઊંચી ક્ષિતિજોની સફળ ઉપલબ્ધિ માટે પ્રોત્સાહિત કરે છે : યોગી પટેલ

અમેરિકાના કેલીફોર્નિયાના સેરીટોસ, CAમાં આવેલી વૈભવી શેરેટોન હોટેલમાં SABAN 2023 પ્રતિષ્ઠિત એવોર્ડ અને ડિનર ગાલાની ઉજવણી કરવામાં આવી હતી.આ વાર્ષિક ઈવેન્ટ અમેરિકામાં વસતા સફળ દક્ષિણ એશિયન અમેરિકન ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને પ્રતિષ્ઠિત એવોર્ડથી નવજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભવ્ય નેટવર્કિંગ અને રિસેપ્શન, એવોર્ડ સમારોહ, મનમોહક સાંસ્કૃતિક પર્ફોર્મન્સ, ગેસ્ટ, સ્પીકર્સ, એવોર્ડ ગાલા ડિનર માટે એક આહલાદક મિજબાની અને કુશળ ડીજે દ્વારા ક્યુરેટ કરાયેલ એક આકર્ષક સંગીતમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

SABAN 2023 ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહમ્મદ ઇસ્લામ, યોગી પટેલ (મેક્સમટેકના ડિરેક્ટર) અને પરિમલ શાહ, SABAN એવોર્ડના ડિરેક્ટર સાથે મળીને, SABAN 2023 એવોર્ડ નાઇટ ગાલામાં તમામ પુરસ્કાર વિજેતાઓ અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહત્વની વાત છે કે Maxamtech ડિરેક્ટર યોગી પટેલ, મોહમ્મદ ઇસ્લામ, પરિમલ શાહ અને સમિતિના સભ્યોના સહયોગી પ્રયાસોએ આ અત્યંત સફળ એવોર્ડ શોનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ પ્રસંગે Maxamtech ડિરેક્ટર યોગી પટેલએ જણાવ્યું હતું કે અહી સાબાન એવોર્ડથી પુરસ્કૃત થયેલ સફળ અમેરીકન એશિયન ઉદ્યોગ સાહસિકોએ પોતાની હોંશિયારી, કુશળતા અને કુનેહથી અહી અમેરિકામાં વ્યાપારિક પ્રતિષ્ઠા મેળવી છે.જે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. આ વાર્ષિક ઇવેન્ટ ઉદ્યોગકારોને તેમની વ્યાપારિક સિદ્ધિને વધુ પ્રતિષ્ઠિત કરે છે અને સફળતાની વધુ ઊંચી ક્ષિતિજોની સફળ ઉપલબ્ધિ માટે પ્રોત્સાહિત કરે છે.

સમારોહના માસ્ટર, વિજલ સુથારે પ્રતિષ્ઠિત પુરસ્કારોનો પરિચય કરાવ્યો હતો અને SABAN 2023 ના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઇવેન્ટના ગ્લેમરમાં ઉમેરો કરીને, Virgelia Productionsની સૌંદર્ય રાણીઓએ આ પ્રસંગે હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં યોગેશ મોરારી (જય ભારતના એક્ઝિક્યુટિવ શેફ), પૂજા સોરઠિયા (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વીપી, શ્રેષ્ઠ દક્ષિણ એશિયન અમેરિકન ફાઇનાન્સ લીડર, એલન દેસાઈ અમેરિકન ઉદ્યોગ સાહસિક ઓફ ધ યર , ડો આરતી શાહ ને એશિયન અમેરિકન વિશિષ્ટ ડેન્ટીસ, લોસ એન્જલસ ના ડેપ્યુટી સેરીફ રમોસ ને કોમ્યુનિટી આઉટ રિચ પાર્ટનર, શેખર રહાતે ને એશિયન અમેરિકન ફેશન ડિઝાઈનર, ઉર્મિલા મેનન ને એશિયન અમેરિકન ટેક્નોલોજી એક્ઝિક્યુટીવ, તરીકે સાબાન 2023 પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: