Railway Update

અમદાવાદ – મંગલુરૂ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની અવધિ વધારવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ – મંગલુરૂ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની અવધિ વધારવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને મંગલુરૂ વચ્ચે સ્પેશિયલ ભાડા પર સંચાલિત કરવામાં આવી રહેલી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની અવધિનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 31 જુલાઈ 2026 સુધી વધારાના ફેરા સાથે સંચાલિત કરવામાં આવશે, જેનાથી યાત્રીઓને વધુ સુવિધા ઉપલબ્ધ થશે તથા વધારાના યાત્રી ટ્રાફિકનું સુગમ વ્યવસ્થાપન કરી શકાશે.

🔹 ટ્રેન નંબર 09424 અમદાવાદ – મંગલુરૂ સાપ્તાહિક સ્પેશિયલ (દરેક શુક્રવાર) [05 ફેરા]

ટ્રેન નંબર 09424 દરેક શુક્રવારના રોજ 03 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી અમદાવાદથી 16:00 કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે 21:00 કલાકે મંગલુરૂ જંકશન પહોંચશે.

🔹 મુખ્ય સ્ટોપેજ:

આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, ખેડ, ચિપલૂન, સાવર્ડા, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, કાણકોણ, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, કુમટા, મુર્ડેશ્વર, ભટકલ, મૂકામ્બિકા રોડ બૈંદૂર, કુંદાપુરા, ઉડ્ડુપી, મુલ્કી અને સુરતકલ સ્ટેશનો પર રોકાશે.

🔹 કોચ સંરચના:

આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને સામાન્ય દ્વિતીય શ્રેણીના ડબ્બા ઉપલબ્ધ રહેશે.

🔹 બુકિંગ માહિતી:

ટ્રેન નંબર 09424 નુ બુકિંગ 30 જૂન, 2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

યાત્રીઓને જણાવવામાં આવે છે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, સ્ટોપેજ, અને અન્ય વિગતોની માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

17 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

17 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago