Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં મોત થતાં ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે.
મૃતકોમાં જીમ ટ્રેનર તરીકે કામ કરતી નોવા સાબુ (25), વેરહાઉસમાં નોકરી કરતી અંજલી શીલા જોય (25) અને ઉચ્ચ અભ્યાસ માટે જર્મની પહોંચેલા સિવિન જોની (26)નો સમાવેશ થાય છે.
આ ઘટનામાં અન્ય 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક મલયાલી વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આગ મંગળવારે વહેલી સવારે સ્થાનિક સમય અનુસાર લગભગ 4:15 વાગ્યે બોચુમના હોફસ્ટેડ વિસ્તારમાં આવેલી બહુમાળી રહેણાક ઇમારતમાં લાગી હતી.
આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ બીજા માળે આવેલા એક ફ્લેટમાંથી 3 મૃતદેહ મળી આવ્યા હતા.
ઇમારતની લાકડાની સીડીમાં આગ ફેલાતાં બહાર નીકળવાનો મુખ્ય માર્ગ અવરોધાયો હતો. ધુમાડાના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી.
જર્મન તપાસકર્તાઓએ આગ લાગવાનું કારણ ટેકનિકલ ખામી હોવાની શક્યતાને નકારી કાઢી છે અને આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
પોલીસે આ મામલે એ જ ઇમારતમાં રહેતા 41 વર્ષીય રોમાનિયન નાગરિકની હત્યાની શંકાના આધારે ધરપકડ કરી છે. જોકે, આગ પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની પરિસ્થિતિ અંગે તપાસ ચાલુ છે.
સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે આગ લાગ્યાના એક દિવસ પહેલાં ઇમારતમાં રહેતા કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો.
મૃતક નોવા સાબુ જર્મનીમાં જીમ ટ્રેનર તરીકે પાર્ટટાઇમ કામ કરતી હતી. સિવિન જોની ઉચ્ચ અભ્યાસ માટે ઘટનાના આશરે 2 અઠવાડિયા પહેલાં જ જર્મની પહોંચ્યો હતો. જ્યારે અંજલી શીલા જોયે બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને નોકરી માટે જુલાઈમાં જર્મની આવી હતી. તે ત્યાં વેરહાઉસમાં કામ કરતી હતી.
મૃતકોના પાર્થિવ દેહ ભારત પરત લાવવા માટે ભારતીય દૂતાવાસ, કેરળ સરકાર અને સ્થાનિક મલયાલી સંગઠનો સહયોગ આપી રહ્યાં છે.
પરિવારજનોને જરૂરી મદદ મળી રહે તથા મૃતદેહોને વહેલી તકે વતન લાવી શકાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…
Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…