Business

8 નવી GIDCની જાહેરાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા 8 નવી GIDCની જાહેરાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
———-
ગુજરાતમાં ઉદ્યોગો માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં ૩,૬૧૧ એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે
———-
ખેડાના મહિજ, સરખેજ, અંઘાડી અને મહિસા, અમદાવાદના માંડલ, પંચમહાલના નદીસર, છોટાઉદેપુરના ઊંડવા તથા ભાવનગરના મોણપુર ખાતે નવી જીઆઈડીસી બનશે.
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે ગુજરાતને વધુ વિશ્વસનીય બનાવવાના હેતુસર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વડોદરામાં યોજાયેલી ચોથી કડીમાં વિવિધ જિલ્લાઓમાં 8 નવી GIDCની સ્થાપનાની જાહેરાત કરી હતી.

 

 

રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા આ સ્માર્ટ એસ્ટેટ્સ દ્વારા આધુનિક સુવિધાઓ, સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં ૩,૬૧૧ એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે.

તદઅનુસાર, ખેડા જિલ્લાના મહિજ જીઆઇડીસીને ૧૩૦.૩ એકર વિસ્તારમાં, કઠલાલ તાલુકાના સરખેજ જીઆઇડીસીને ૩૩૨.૭ એકર વિસ્તાર, મહુધા તાલુકાના મહિસા જીઆઇડીસીને ૧૮.૫ એકર, ગળતેશ્વર તાલુકાના અંઘાડી જીઆઇડીસીને ૩૧૦.૯ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઇડીસીને ૫૧૫.૨ એકર વિસ્તારમાં, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર જીઆઇડીસીને ૧૦૫.૫ એકર વિસ્તારમાં, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઉંડવા જીઆઇડીસીને ૨૪૭.૧ એકર વિસ્તારમાં અને ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર જીઆઇડીસીને ૧૯૫૦.૭ એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ જાહેરાત અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ ૩૬૧૧ એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે. આ આયોજનથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે.

રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો માટે પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ, રોકાણકારોને સરળતા અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે.

રાજ્યમાં વિકસાવવામાં આવનારા આ સ્માર્ટ એસ્ટેટ્સ ઉદ્યોગ, ટેકનોલોજી અને રોજગારના નવા કેન્દ્રો તરીકે ઉભરી આવશે. આ પ્રકલ્પો દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને એક મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ મળશે અને તેમજ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકોનું સર્જન થશે.

Chief Editor

Recent Posts

US માં નોકરી ન મળવાના તણાવમાં હૈદરાબાદના વિદ્યાર્થી સાઈ પ્રદીપે કર્યો આપઘાત

Indian Student Suicide in US | અમેરિકાના (US) ટેક્સાસમાં (Texas) અભ્યાસ કરતા હૈદરાબાદના (Hyderabad) 24…

19 hours ago

DGCA નો મોટો નિર્ણય: હવે દેશના તમામ પાયલટોનો દર વર્ષે થશે એન્યુઅલ ડ્રગ્સ અને ડોપ ટેસ્ટ

Pilot Dope Test | નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) અને ડીજીસીએ (DGCA) દ્વારા હવાઈ…

19 hours ago

અલ્હાબાદ હાઈકોર્ટે સ્કૂલમાં હિજાબ પહરવાની અરજી ફગાવી: શાળા યુનિફોર્મ જ માન્ય રહેશે

Hijab Uniform Verdict | અલાહાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેંચે પ્રયાગરાજ (Prayagraj)ની ટેગોર પબ્લિક સ્કૂલ (Tagore Public…

20 hours ago

ન્યૂયોર્કમાં ભારતીય નાગરિક ગુરદીપ સિંહની ગોળી મારીને હત્યા: ભારતીય કોન્સ્યુલેટે ચિંતા વ્યક્ત કરી

Gurdeep Singh NYC Shooting | અમેરિકાના (America) ન્યૂયોર્ક (New York) શહેરમાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા…

2 days ago

ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો: દિલ્હી-NCR સહિત દેશભરમાં બજેટ ખોરવાયું

Onion Price Hike | દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશના વિવિધ ભાગોમાં મોંઘવારીનો વધુ એક મોટો ફટકો…

2 days ago

મહારાષ્ટ્ર સંભાજીનગરની ઘટનામાં ઝઘડો iPhoneનો હતો કે અન્ય કોઈ કારણ?

Maharashtra Hill Tragedy | મહારાષ્ટ્રના (Maharashtra) છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) જિલ્લાના તીસગાંવ (Tisgaon) વિસ્તારમાં આવેલી ખાવડા હિલ…

2 days ago