Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું

Chief Editor June 15, 2026
15-6 Vik1

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની ૧૨ વર્ષની ઐતિહાસિક વિકાસ યાત્રાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય

Join Our WhatsApp Group

સાથે આયોજિત મહાઅભિયાન

**
-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-

– વિકાસ, જનકલ્યાણ અને વિશ્વાસ એ એકબીજા સાથે જોડાયેલા, જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે,

ત્યારે જ જન-વિશ્વાસ દ્રઢ બને છે.

 

– ગુજરાતમાં એક સમયે પાણી અને વીજળી માટે જે મોટો સંઘર્ષ હતો, તે આજે અવિરત વીજળી અને વ્યાપક નર્મદા નેટવર્કથી

સંપૂર્ણ દૂર થયો.
**

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને પ્રગતિશીલ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ અને જન-કલ્યાણકારી
૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં એક વિશેષ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ૧૨ વર્ષ
વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણ ના સૂત્ર સાથે અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને;વિકસિત
ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશની ૧૨ વર્ષની ઐતિહાસિક વિકાસ યાત્રાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ મહા-અભિયાનનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રબુદ્ધ નાગરિકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષોમાં દેશમાં આવેલા અભૂતપૂર્વ બદલાવ અને
અવિરત વિકાસ યાત્રા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંમેલનમાં જણાવ્યું હતું કે, વિકાસ, જનકલ્યાણ અને
વિશ્વાસ એ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક યોજના અને વાયદાને જમીન
પર ઉતારીને લોકો સુધી સીધો લાભ પહોંચાડ્યો છે, જેના કારણે જન-જનનો આ સરકાર પરનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
ગુજરાતના ભૂતકાળને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, એક સમયે પાણી અને વીજળી જેવી માળખાકીય સુવિધાઓ માટે
ભારે સંઘર્ષ કરવો પડતો હતો, જે આજે નર્મદા નહેરના વ્યાપક નેટવર્ક અને ૨૪ કલાક અવિરત વીજળીની સુવિધાથી સંપૂર્ણ
બદલાઈ ગયો છે. આજે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે જ કચ્છ જેવા સરહદી વિસ્તારમાં પણ ઉત્તમ ખેતી શક્ય બની છે.

 


વૈશ્વિક સ્તરે ભારતનો પ્રભાવ વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સેમિકન્ડક્ટર અને ચીપ ઉત્પાદન ક્ષેત્રે જે અભૂતપૂર્વ
રોકાણ આજે ગુજરાતમાં આવ્યું છે, તે વડાપ્રધાનશ્રીની વૈશ્વિક વિશ્વસનીયતાનું પ્રતિક છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ
યોજનાઓએ ગરીબ પરિવારોને મોટું આરોગ્ય કવચ આપ્યું છે. વડાપ્રધાનશ્રીની જે બોલવું તે કરી બતાવવુંની કાર્યશૈલીને કારણે
જ કલમ ૩૭૦ નાબૂદી, જીએસટી (GST) સુધારા અને નારી શક્તિ વંદન અધિનિયમ જેવા ઐતિહાસિક નિર્ણયો શક્ય બન્યા છે.
તેમણે આ અમૃતકાળમાં;વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મિશન લાઈફ અને કેચ ધ રેઈન જેવા અભિયાનો થકી
પર્યાવરણના જતન સાથે પ્રત્યેક નાગરિકને પોતાના કર્તવ્યોનું પાલન કરવા આહવાન કર્યું હતું.

સંમેલનમાં ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી અને ઝોન ઇન્ચાર્જ શ્રી અજયભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીજીના શાસનના ૧૨ વર્ષમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ એકબીજા સાથે મજબૂત રીતે સંલગ્ન રહ્યા છે.
વડાપ્રધાનશ્રીના દરેક કાર્યમાં ગરીબો અને નબળા વર્ગને સબળો બનાવવાની સંવેદના છલકાય છે.
વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી આજે દેશના કરોડો પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના હકનું પાકું
મકાન મળ્યું છે, જ્યારે ગરીબ પરિવારોને દર મહિને મફત અનાજ અને જનધન ખાતા તેમજ આયુષ્માન કાર્ડ દ્વારા સીધો
આર્થિક અને તબીબી લાભ મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ જનકલ્યાણકારી નીતિઓને કારણે જ દેશનો પ્રત્યેક
નાગરિક આજે વિકસિત ભારતના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.


સંમેલનમાં ઉપસ્થિત સાંસદ શ્રી હસમુખભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૧૨ વર્ષના સુશાસન અને
વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ;વિકસિત ભારતબનાવવાની સંકલ્પનાનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, દેશના ઔદ્યોગિક
વિકાસ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો કરવો અત્યંત અનિવાર્ય છે.
વડાપ્રધાનશ્રીના કુશળ નેતૃત્વમાં દેશમાં રોડ, રેલવે, એર અને વોટર કનેક્ટિવિટી ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે, જેના
ભાગરૂપે નેશનલ હાઈવેના નિર્માણની ગતિમાં મોટો વધારો થયો છે, રેલવે નેટવર્કનું વ્યાપક વિદ્યુતીકરણ કરાયું છે અને મુંબઈ-
દિલ્હી વચ્ચે ડેડિકેટડ ફ્રેટ કોરિડોર શરૂ થતાં માલ-પરિવહનનો સમય અને ખર્ચ ખૂબ ઘટ્યા છે.
આ ઉપરાંત દેશમાં એરપોર્ટ્સની સંખ્યામાં થયેલા મોટા વધારા સાથે અમદાવાદ એરપોર્ટ પર આધુનિક કાર્ગો ટર્મિનલનું
નિર્માણ કરાયું છે, જેનાથી કૃષિ પેદાશો ઝડપથી વિદેશ પહોંચશે અને ખેડૂતોને ઉત્તમ ભાવ મળશે. દેશના વિવિધ શહેરોમાં મેટ્રો
રેલના વ્યાપ, બંદરોના આધુનિકીકરણ, વૈશ્વિક સ્તરે UPI ની સફળતા, ગિફ્ટ સિટી (GIFT City)નો વિકાસ અને ડિફેન્સ ક્ષેત્રે
રેકોર્ડબ્રેક નિકાસ સાથે ભારત આત્મનિર્ભર બન્યું હોવાનું જણાવી તેમણે દરેક નાગરિકને વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના
સંકલ્પમાં જોડાવા આહવાન કર્યું હતું.

 


શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
૧૨ વર્ષના શાસનને ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ગણાવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પછી દેશમાં સૌનો સાથ, સૌનો
વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ના મંત્ર સાથે રાજકીય અને સામાજિક પટલ પર આમૂલ પરિવર્તન આવ્યું છે.
તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી, વન રેન્ક વન પેન્શન અને અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ
જેવા ઐતિહાસિક નિર્ણયોની સાથે કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ-બદ્રીનાથ ધામનો પુનઃઉદ્ધાર તેમજ સરદાર સરોવર
ડેમની ઊંચાઈ વધારવા જેવા દાયકાઓથી પેન્ડિંગ રહેલા વિકાસ કાર્યો પૂર્ણ થયા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત દેશની
આંતરિક અને બાહ્ય સીમા સુરક્ષા મજબૂત થવા સાથે તેજસ વિમાન, અટલ ટનલ અને વિવિધ એક્સપ્રેસ-વે જેવા ડિફેન્સ અને
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રકલ્પો સાકાર થતાં ભારત દેશ આજે મહાપ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ સંમેલનપ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર શ્રી
હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, શહેરના ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો
સહિત વિશાળ સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: પ્રતિષ્ઠિત CII “GreenCo GOLD” રેટિંગ સન્માન
Next: જાગો ભારત જાગો..બ્રિટનમાં ૧૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
Follow

Recent Posts

  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
  • “ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ
  • મોદીની ચમચાગીરી ભારે પડી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.