Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પ્રતિષ્ઠિત CII “GreenCo GOLD” રેટિંગ સન્માન

Chief Editor June 15, 2026
15 Green 1

પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત વટવા ઇલેક્ટ્રિક લોકો શેડને મળ્યો પ્રતિષ્ઠિત CII “GreenCo GOLD” રેટિંગ સન્માન

 

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલા ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવાને પર્યાવરણીય ઉત્કૃષ્ટતા અને સતત વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ બદલ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) – ગ્રીન બિઝનેસ સેન્ટર (GBC) દ્વારા પ્રતિષ્ઠિત GreenCo GOLD Rating એનાયત કરવામાં આવી છે. આ સન્માન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારી 15મી GreenCo Summit 2026 દરમિયાન પ્રદાન કરવામાં આવશે. આ સિદ્ધિ સાથે વટવા શેડ દેશની અગ્રણી હરિત અને ટકાઉ સંસ્થાઓમાં સામેલ થયું છે.

આ અવસરે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવાને પ્રાપ્ત પ્રતિષ્ઠિત CII GreenCo GOLD Rating સમગ્ર અમદાવાદ મંડળ અને પશ્ચિમ રેલવે માટે ગૌરવની બાબત છે. આ સન્માન અમારા અધિકારીઓ અને કર્મચારીઓની પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા કાર્યક્ષમતા અને સતત વિકાસ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પરિણામ છે. વટવા શેડે નવીનતા, સંસાધનોના સમજદારીપૂર્વક ઉપયોગ અને હરિત ટેક્નોલોજીના અપનાવાથી સાબિત કર્યું છે કે ઉત્તમ કામગીરી અને પર્યાવરણીય જવાબદારી સાથે-સાથે આગળ વધી શકાય છે.”

“ભારતીય રેલવે વર્ષ 2030 સુધી નેટ જીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય લઈને કાર્ય કરી રહી છે અને આ ઉપલબ્ધિ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મને વિશ્વાસ છે કે વટવા ઇલેક્ટ્રિક લોકો શેડની આ સફળતા ભારતીય રેલવેની અન્ય એકમો માટે પણ પ્રેરણારૂપ બનશે અને આપણે સૌ મળીને સુરક્ષિત, સ્વચ્છ, હરિત અને સતત ભવિષ્યના નિર્માણમાં પોતાનું યોગદાન આપતા રહીશું.”

 

વિશેષ રૂપે પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત કોઈ ઇલેક્ટ્રિક લોકો શેડને આ પ્રતિષ્ઠિત Green Co GOLD Rating પ્રાપ્ત થઈ છે, જે પર્યાવરણ સંરક્ષણ અને સતત વિકાસના ક્ષેત્રમાં પશ્ચિમ રેલવેની અગ્રણી ભૂમિકાને દર્શાવે છે.

Green Co Rating ભારતની પોતાની પ્રકારની પ્રથમ એવી મૂલ્યાંકન પ્રણાલી છે, જે કોઈ સંસ્થાના પર્યાવરણીય પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે. તેના અંતર્ગત ઊર્જા કાર્યક્ષમતા, જળ સંરક્ષણ, નવીનીકરણીય ઊર્જા, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, કચરા વ્યવસ્થાપન, સામગ્રી સંરક્ષણ અને પુનઃચક્રણ, હરિત આપૂર્તિ શૃંખલા, હરિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇકોલોજી તથા પર્યાવરણીય નવીનતા જેવા વિવિધ માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. GOLD Rating આ પ્રણાલી અંર્તગત આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે.

ઊર્જા કાર્યક્ષમતા અને સ્વચ્છ ટ્રેક્શન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવાએ ડીઝલ આધારિત કામગીરીમાંથી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ટ્રેક્શન તરફ પરિવર્તન કરીને વર્ષ 2022-23 દરમિયાન 1.88 કરોડ લિટરથી વધુ ડીઝલ (HSD)ના વપરાશને શૂન્ય સુધી પહોંચાડ્યો, જેના પરિણામે Scope-1 ઉત્સર્જનમાં લગભગ 100 ટકા ઘટાડો નોંધાયો. કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તે માટે એસેમ્બલી બેમાં લોંગ-ટ્યુબ ડેલાઇટ હાર્વેસ્ટિંગ (Brillantor) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત પરંપરાગત પંખાઓના સ્થાને 5-સ્ટાર રેટેડ BLDC પંખા, CFL અને હેલોજન લાઇટોના સ્થાને LED લાઇટો, ઓક્યુપન્સી સેન્સર અને એસ્ટ્રોનોમિકલ ટાઈમરનો ઉપયોગ કરીને ઊર્જા બચત સુનિશ્ચિત કરવામાં આવી છે.

જળ સંરક્ષણ માટે નવીન પહેલ

 

વર્ષા જળ સંચય અને ભૂગર્ભ જળ પુનર્ભરણ પ્રણાલીણના માધ્યમથી દર વર્ષે લગભગ 20.5 લાખ લિટર પાણીનું પુનર્ભરણ કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી છે. લોકોમોટિવના વિન્ડશીલ્ડ વોશર સિસ્ટમમાં નવીન ફેરફારો તથા જળવિહોણા યુરિનલની વ્યવસ્થાના માધ્યમથી પાણીની બચત અને લોકો પાયલોટોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ગંદા પાણી અને શુદ્ધિકૃત પાણીના નિકાલને શૂન્ય સુધી લાવી તાજા પાણીના વિશિષ્ટ વપરાશમાં સતત ઘટાડો નોંધાયો છે.

નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન

અમદાવાદ મંડળમાં આશરે 1,863 કિલોવોટ પીક (kWp) ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા દર વર્ષે અંદાજે 24.22 લાખ યુનિટ સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઉપરાંત વટવા શેડ માટે સમર્પિત રૂફટોપ સોલાર પ્રોજેક્ટ પણ પ્રસ્તાવિત છે. આથી ભારતીય રેલવેના વર્ષ 2030 સુધી નેટ જીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને વધુ મજબૂતી મળી રહી છે.

ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો

Scope-1, Scope-2 અને Scope-3 હેઠળ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની તીવ્રતામાં દર વર્ષે સતત ઘટાડો નોંધાયો છે. 800થી વધુ જીવંત વૃક્ષોના સંરક્ષણ અને નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન દ્વારા કાર્બન ઑફસેટને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રામરાજ મીણા સંરક્ષા પુરસ્કારથી સન્માનિત
Follow

Recent Posts

  • પ્રતિષ્ઠિત CII “GreenCo GOLD” રેટિંગ સન્માન
  • રામરાજ મીણા સંરક્ષા પુરસ્કારથી સન્માનિત
  • અમદાવાદ મંડળ ‘કવચ 4.0’થી થશે સંપૂર્ણ સજ્જ
  • ટૂંક સમયમાં શરૂ થશે બીકાનેર–સાબરમતી નવી ટ્રેન સેવા
  • અમેરિકામાં $1,000 ની દવા ભારતમાં માત્ર $25 માં મળી: સોશિયલ મીડિયા પર યુવતીના વીડિયોએ જગાવી ચર્ચા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.