ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનું ભૂમિપૂજન”
આજ રોજ દિવાળીના શુભ દિવસે કનેસરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીના મંદિરનું નિર્માણ કરવાનાં ખાતમુહૂર્ત તથા ભૂમિપુજન મહોત્સવમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.
શ્રી મહાકાળી માતાજીના આશીર્વાદ આપણા સૌ ઉપર સદૈવ વરસતા રહે, સર્વના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અપાર સફળતા મળતી રહે તેમજ રાજ્ય-દેશની સર્વાંગી ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.
આ પ્રસંગે મારી સાથે ગીરીબેન દિલીપજી ઠાકોર – પ્રમુખશ્રી તાલુકા પંચાયત સિધ્ધપુર, વિષ્ણુભાઈ પટેલ – ચેરમેન એ.પી.એમ.સી. સિધ્ધપુર, વિક્રમસિંહ ઠાકોર – તાલુકા ભાજપ પ્રમુખ સિધ્ધપુર, મિહિરભાઈ પાધ્યા – યુવા ભાજપ પ્રમુખ, નિરંજનભાઈ ઠાકર, મંગાજી પનાજી ઠાકોર (સામાજીક આગેવાન, ડેર), અશોકભાઈ એસ. પટેલ અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યાં.