Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમેરીકાના અર્વાઇન હિન્દુ મંદિર ખાતે “પોષણ 360” સ્પર્ધાનું આયોજન

Chief Editor April 19, 2026
19 us1
અમેરીકાના અર્વાઇન હિન્દુ મંદિર ખાતે ભારતીય કોન્સ્યુલેટ જનરલના સહયોગથી “પોષણ 360” સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

‘પોષણ 360’ સ્પર્ધા તારીખ ૧૫મી અપ્રિલના દિવસે સીટી ઑફ અર્વાઈન, કેલિફોર્નિયામાં અર્વાઈન હિન્દુ મંદિર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્લોબલ ઇન્ડિયન સાયન્ટિસ્ટ્સ એન્ડ ટેક્નોક્રેટ્સ ફોરમ (GIST) ના નેજા હેઠળ ચલાવવામાં આવતી આ સ્પર્ધાનો હેતુ આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત સંતુલિત પોષણ, રોગપ્રતિકારક શક્તિ અને સર્વાંગી સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાનો છે.લોસ એન્જલસમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલનું પ્રતિનિધિત્વ કરતાં, માનનીય પ્રિયંકાજીએ કાર્યક્રમમાં પોતાની ગરિમામયી હાજરી આપી હતી અને સ્પર્ધાની પ્રશંસા કરી. મુખ્ય મહેમાન તરીકે પધારેલ ડૉ. દિનેશ કુમારે ‘આધુનિક જીવનશૈલીમાં પોષણના મહત્વ અને હૃદયના સ્વાસ્થ્ય પર તેની અસર’ વિશે પ્રકાશ પાડ્યો. વિશેષ વક્તા ડૉ. યેલ્લોજીરાવ કે. મિરાજકરે આયુર્વેદના સિદ્ધાંતો દ્વારા ‘દૈનિક જીવનમાં સંતુલિત આહાર અને જીવનશૈલી’ અપનાવવાના મહત્વ પર વિગતવાર વાત કરી. મંદિરના પ્રમુખ શ્રી દીપક શર્માએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું અને આવી સ્પર્ધાઓને સમાજ માટે અત્યંત ઉપયોગી ગણાવી. આરાધ્યાએ કાર્યક્રમનું અસરકારક રીતે સંચાલન કર્યું.
ન્યુટ્રિશન ૩૬૦ અને ઈશ્ટ સાથે સંકળાયેલા વૈદ્યશ્રી રાજેશ કંવરે આ અભિયાનની રૂપરેખા અને ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે આ પહેલ લોકોને આહાર દ્વારા રોગો અટકાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપશે. અત્રે હાજર સ્વયંસેવકોએ કાર્યક્રમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમના સહયોગથી આ કાર્યક્રમ વ્યવસ્થિત અને અસરકારક રીતે સફર રહ્યો હતો. એકંદરે, આ કાર્યક્રમ માહિતીપ્રદ, પ્રેરણાદાયક અને સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું આ કાર્યક્રમ અંગે હાર્દિક શુભેચ્છાઓ, વૈદ્ય રાજેશ કંવર સુરેશ લોહિયા એ પાઠવી હતી.
                                                                ( માહિતી અને તસ્વિર ;- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચારધામ યાત્રા 2026: અક્ષય તૃતીયાએ ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથનું શેડ્યૂલ
Next: સુરતના યુવાન સાથે અન્યાય: લેન્સકાર્ટમાં શિખા-તિલક હટાવવા દબાણ કરાતા કાનૂની જંગ છેડાયો
Follow

Recent Posts

  • શિકાગો હનુમાન જન્મોત્સવ ઉજવ્યો 
  • California Bay Area માં ઇતની શક્તિ હમેં દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના…
  • સુરતના યુવાન સાથે અન્યાય: લેન્સકાર્ટમાં શિખા-તિલક હટાવવા દબાણ કરાતા કાનૂની જંગ છેડાયો
  • અમેરીકાના અર્વાઇન હિન્દુ મંદિર ખાતે “પોષણ 360” સ્પર્ધાનું આયોજન
  • ચારધામ યાત્રા 2026: અક્ષય તૃતીયાએ ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથનું શેડ્યૂલ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.