Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Asian Games 2026: ગુજરાતના રેકોર્ડબ્રેક 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Chief Editor July 27, 2026
Gujarat Asian Games

ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ પણ આજે રાજ્યે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારી આગામી 20મી એશિયન ગેમ્સ માટે ગુજરાતમાંથી 9 સભ્યોની મજબૂત ટુકડી — અને એક હાઈ-વેલ્યુ રિઝર્વ ખેલાડી — પસંદગી પામ્યા છે. ગુજરાત માટે ખરેખર આ એક ગૌરવની ક્ષણ છે.

એશિયન ગેમ્સ જેવી મહત્વની સ્પર્ધામાં ગુજરાતમાંથી આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓની પસંદગી દર્શાવે છે કે, રમત-ગમત ક્ષેત્રે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાંખેલો પાયો મજબૂત છે અને તેના ફળ હવે મળી રહ્યાં છે. એટલું નહીં પણ ગુજરાત હવે માત્ર ક્રિકેટપ્રેમી રાજ્ય મટીને મલ્ટી-સ્પોર્ટ્સનું પાવરહાઉસ બની ગયું છે.

ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલા ગુજરાતનાં ખેલાડીઓમાં વિવિધ રમતોના અનુભવી ચેમ્પિયન્સ અને ઉત્સાહી યુવા પ્રતિભાઓનું શાનદાર મિશ્રણ જોવા મળે છે:

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

પસંદગી પામેલા ખેલાડીઓ વિવિધ રમતગમત ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમતોમાં ગુજરાતના વધતા પ્રદાનને દર્શાવે છે. રાજ્યની આ ટુકડીમાં શૂટર ઈલાવેનિલ વલારિવન, ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેટ પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસ ખેલાડીઓ અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી તેમજ સ્પ્રિન્ટર (દોડવીર) દેવયાની ઝાલાનો સમાવેશ થાય છે. ટેનિસ ખેલાડી જીલ દેસાઈની રિઝર્વ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે.

આ સફળતા પાછળનો ‘ગેમ પ્લાન’

રમતગમત ક્ષેત્રે આ તેજી રાતોરાત નથી આવી. તે લાંબાગાળાની વ્યૂહરચનાનું ઉત્કૃષ્ટ પરિણામ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ‘શક્તિદૂત યોજના’ જેવી યોજનાઓ અમલમાં મૂકી પાયાનું કામ કર્યું. સ્થાનિક સ્તરેથી રમત પ્રતિભાઓ ગુજરાતને મળી અને હવે તે આંતરરાષ્ટ્રિય સ્તરે ઝળકી રહી છે. આ વારસાને આગળ ધપાવતા, વર્તમાન સરકારે પણ આ વેગને જાળવી રાખ્યો છે.

નાયબ મુખ્યંમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિશ્વસ્તરીય રમતગમત સંસ્કૃતિના નિર્માણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અમે માત્ર ખેલાડીઓને તાલીમ જ નથી આપી રહ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવા માટે આખી એક ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ.”

શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2030માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ માટે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.

છેલ્લા એક દાયકામાં ગુજરાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં પોતાનું પ્રતિનિધિત્વ સતત વધાર્યું છે. હવે સૌની નજર આગામી મહિનાઓમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ગુજરાતનાં ખેલાડીઓ પર રહેશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Asian Games (એશિયન ગેમ્સ)

Post navigation

Previous: પેપર લીક વિરોધી બિલ સંસદમાં રજૂ: યુવા સાંસદો સંભાળશે મોરચો, કડક સજાની જોગવાઈ
Next: અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ
  • અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ
  • ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી
  • અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો
  • ‘मुझे किसी ने बताया ही नहीं कि मैं वोट नहीं दे सकता’: अमेरिका में भारतीय मूल के कमलेश शाह पर चुनावी धोखाधड़ी का आरोप
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.